વાપી જીઆઈડીસીમાં આવેલ શ્રીજી વેફર્સ કંપનીમાં આગ લાગી

વાપી જીઆઈડીસી ફેઝ-૨માં આવેલ શ્રીજી વેફર્સ નામની કંપનીમાં આગ લાગી હતી. આગ લાગતા આસપાસમાં અફરાતફરી મચી હતી. આગની વિકરાળ જ્વાળાએ કંપનીને પોતાની ચપેટમાં લીધી હતી. જેના પર કાબૂ મેળવવા ફાયરની ગાડીઓ રવાના કરાઈ હતી. વાપી નોટિફાઇડ ફાયરે જવાનો સાથે ૪ વોટર બ્રાઉઝર મોકલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકેલ હોય વાપી નગરપાલિકા ફાયરના જવાનોને પણ બોલાવવામાં આવ્યા હતાં. કંપનીમાં મોટી માત્રામાં વેફર્સ, નમકીન, સ્વીટ્‌સ જેવા ખાદ્ય પદાર્થો બનાવવામાં આવતા હતાં.

અચાનક લાગેલી આગમાં કંપનીમાં સ્ટોર કરાયેલ તેલ-ઘી સહિતનો જથ્થો હતો. જેથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે નજીકના રહેઠાણ વિસ્તારોમાં ધુમાડો ફેલાતા લોકોમાં પણ ડર નો માહોલ ઉત્પન્ન થયો હતો. ફાયર વિભાગના જવાનોએ વહેલી સવાર સુધી આગ પર પાણી નો મારો ચલાવી આગ પણ કાબુ મેળવ્યો હતો. આગ કઈ રીતે લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આગમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે કોઈ જાનહાની નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.વાપીમાં મોરારજી સર્કલ નજીક જીઆઈડીસીના ફેઝ-૨માં પ્લોટ નંબર ૨૨૨માં કાર્યરત શ્રીજી સ્વીટ, નમકીન એન્ડ વેફર્સ નામની પેઢીની કંપનીમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ લાખોનો તૈયાર માલ અને કાચો માલ બળીને ખાખ થયો છે. ફાયર વિભાગના જવાનોએ ૫ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news