મેમ્કો બ્રિજ નજીક ઘરઘંટી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ

અમદાવાફ મેમ્કો બ્રિજ નીચે આવેલ અંબિકા એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો. અને આગને કાબૂમાં લીધી હતી.  જોકે આ આગમાં  કોઇ  જાનહાનિ થઇ નથી. આગ એટલી ભીષણ હતી કે તેના આગના  ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હતા. અચાનક લાગેલ આગના પગલે ફાયર અધિકારી એમ પી મિસ્ત્રી સહિત 75 જવાનોનો કાફલો 15 ગાડી લઇને ઘટના સ્થળે દોડી ગયા હતા.ગીચ વિસ્તાર અને અંબિકા એસ્ટેટ પાછળ રેલ્વે ટ્રેક હોવાથી ફાયરની ગાડીઓ અંદર લઇ જ્વામા ઘણી તકલીફ પડી હતી. લગભગ 6કલાક સુધી આગ બુઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડ  દ્વારા કરવમા આવી હતી.

ફાયરના જવાનોએ ભારે જહમત બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમા લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે માળનુ બિલ્ડિંગ અને બેઝમેન્ટમા લાકડાનુ ગોડાઉન હોવાથી ફાયરના જવાનોને આગ કાબૂ મેળવવામા ઘણી હાલાકી પડી હતી. અને મોડી સાંજે ફાયરના જવાનો બેઝમેન્ટમા ઘુસીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news