કચ્છમાં ૪૬ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયુ
વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની ૬ ટીમ તથા ૧૦૦ જેટલા જવાનો કાર્યરત છે.
લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે. અત્યાર સુધી ૪૬ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે ૪ ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.