વાવાઝોડાનાં પગલે મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોપાઈ

રૌદ્ર સ્વરૂપે વાવાઝોડું ગુજરાટમાં ટકરાવાનું નક્કી છે. વાવાઝોડુ પોરબંદરથી માત્ર ૪૫૦ કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી ૪૯૦ કિલોમીટર અને નલીયાથી ૫૭૦ કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે વાવાઝોડાની સ્પીડમાં પણ વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક પણ યોજી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા

મોરબીમાં કનુભાઈ દેસાઈ

રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ

પોરબંદરમાં કુંવરજી બાવળિયા

જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા

દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી

જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા

ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકી

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news