CPCBની ‘વેસ્ટ ટુ વેલ્થ’ આઈડિયા હેકાથોન 14 મે 2023ના રોજ ઑનલાઈન યોજાશે, રૂ.3.6 લાખ સુધીના ઇનામો જીતવાની તક

ફ્રોમ ટ્રૅશ ટૂ ટ્રેઝર: વેસ્ટ યુટિલાઇઝેશનમાં ઇનોવેશન પર હેકાથોન

નવી દિલ્હીઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ‘મિશન લાઇફ’ અને સર્કુલર ઇકોનોમીના ધ્યેયથી પ્રેરિત થઇને 14મી મે 2023ના રોજ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓ માટે ‘ઇનોવેશન ટુ કન્વર્ટ વેસ્ટ ટુ યુઝ’ (વેસ્ટ ટુ વેલ્થ આઇડિયાશન હેકાથોન) થીમ પર હેકાથોનનું આયોજન કરી રહ્યું છે. જેના માટે નોંધણી https://cpcb.nic.in/w2whackathon-cpcb/# સાઇટ  પર કરી શકાય છે .

વિશ્વમાં વેસ્ટ મેનેજમેન્ટના પડકારોને ઉકેલવા માટે કોલેજના વિદ્યાર્થીઓને અખિલ ભારતીય સ્તર પર મંચ પુરૂં પાડશે. તેમાં ઘણી શ્રેણીઓ (ક) પ્લાસ્ટિક કચરો (ખ) ઇલેક્ટ્રોનિક કચરો (ગ) બેટરી કચરો અને (ઘ) પાકના અવશેષોને શામેલ કરવામાં આવ્યા છે. આ હેકાથોન તેમને કચરાને સંપત્તિ અથવા ઉપયોગી વસ્તુઓમાં રૂપાંતરિત કરવા માટે નવીનતા અને કચરા વ્યવસ્થાપન પર તેમની સમજણ કેળવવામાં પણ મદદ કરશે.

આ આઈડિયાઝ હેકાથોન વિદ્યાર્થીઓને તમામ કેટેગરીમાં રૂ.3.6 લાખ સુધીના રોકડ ઈનામો જીતવાની તક પૂરી પાડવાની એક પ્રકારની તક છે. હેકાથોનના દિવસે એટલે કે 14 મે, 2023 (રવિવારે), કચરાને લગતી ચાર શ્રેણીઓમાં એક-એક સમસ્યા સીપીસીબી એટલે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વેબસાઇટ પર સવારે 09:00 વાગ્યે પોસ્ટ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આપેલ ફોર્મેટમાં તેના પતાવટ અંગેના તેમના મૂળ વિચારો સાંજે 5:00 વાગ્યા સુધીમાં w2w.cpcb@]gov.in પર ઈમેલ દ્વારા મોકલી શકે છે. સમસ્યાની દરેક શ્રેણીમાં સૂચવેલ શ્રેષ્ઠ મૂળ વિચારને 50,000, 25,000, 15,000નું રોકડ ઇનામઆપવામાં આવશે. આ સાથે પસંદગીના વિચારને અપનાવવા માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વૈજ્ઞાનિકોની ઔદ્યોગિક સહાય અને માર્ગદર્શન પણ મેળવવામાં આવશે. હેકાથોન સંબંધિત પાત્રતા, પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખો માટે, કૃપા કરીને https://cpcb.nic.in/w2w-hackathon-cpcb/ નીમુલાકાત લો.

નોંધણી માટેની છેલ્લી તારીખ 12 મે 2023 (શુક્રવાર) છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news