દેશમાં આ જગ્યાઓ પર બે દિવસ થશે ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરુ થશે
દેશના કેટલાય રાજ્યોમાં હવામાન ફરી એક પલટાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા સહિત કેટલાય રાજ્યોમાં વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવનારા દિવસોમાં હળવો વરસાદ થઈ શકે છે. તો વળી ઉત્તર પ્રદેશના અમુક જિલ્લામાં વરસાદ થઈ શકે છે. હરિયાણા અને પંજાબમાં પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૯ માર્ચ એટલે કે, આજથી ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થશે. આજના દિવસના હવામાનની વાત કરીએ તો, દિલ્હીમાં વાદળો મંડરાયેલા રહેશે. સ્કાઈમેટ વેદરના રિપોર્ટ અનુસાર, આજે અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. બાકી પૂર્વોત્તર ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, તટીય ઓડીશા, દક્ષિણ તમિલનાડૂ અને કેરલમાં હળવો વરસાદ થઈ શકે છે. દેશના ઉત્તર પશ્ચિમી, મધ્ય અને પૂર્વી ભાગોમાં અધિકતમ તાપમાનમાં મામૂલી વધારો થઈ શકે છે. ૨૯ માર્ચથી પશ્ચિમી હિમાલય પર હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. તો વળી ૩૦ માર્ચની સાંજથી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ અને ગર્જના સાથે વરસાદ ખાબકશે.
ગુજરાતમાં ૨૯ અને ૩૦ માર્ચે હળવો વરસાદ પડવાની સંભાવના છે. ૨૯ માર્ચના વરસાદની ગતિવિધિ કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી સીમિત રહેશે. જ્યારે ૩૦ માર્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાગનગર, સુરેન્દ્રનગર અને મહેસાણામાં હળવો વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ૩૦ અને ૩૧ માર્ચે હળવો વરસાદ અથવા છુટક વરસાદ જોવા મળી શકે છે.