કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક રીપોર્ટ બહાર પડ્યો.. જે છે ચોકાવનારો
માર્ચ મહિનાના હજુ તો ૧૦ દિવસ જ વીત્યા છે ત્યાં કેરળમાં ભીષણ ગરમીનો દોર શરૂ થઈ ગયો છે. થોડા મહિના પહેલા ભારે વરસાદ ઝેલી ચૂકેલા કેરળના કેટલાક ભાગોમાં તાપમાન ૫૪ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. જેના કારણે લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગુરુવારે તૈયાર કરેલા એક રિપોર્ટમાં કહ્યું કે દક્ષિણ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન ૫૪ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે.
ઓથોરિટીનું માનીએ તો આટલું તાપમાન વધી જવું એ જોખમી છે. કારણ કે આવનારા સમયમાં તેના કારણે ગંભીર બીમારીઓ અને હીટ સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી શકે છે. એજન્સીના જણાવ્યાં મુજબ કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના દક્ષિણ ભાગ અને અલપ્પુઝા,કોટ્ટાયમ, કન્નૂર જિલ્લાઓના કેટલાક ભાગોમાં ૫૪ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, કોઝિકોડ, અને કન્નુરમાં ગુરુવારે ૪૫થી ૫૪ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું. KSDMA ના જણાવ્યાં મુજબ આ જગ્યાઓ પર લાંબા સમય સુધી હીટ સ્ટ્રોક થઈ શકે છે. કાસરગોડ,કોઝિકોડ, મલપ્પુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અને એર્નાકુલમમાં ૪૦-૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે. જ્યારે ડઈડુક્કી અને વાયનાડના પહાડી ભાગોમાં તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું છે. આ વર્ષે અત્યાર સુધી પલક્કડમાં ગરમીનો પ્રકોપ થોડો ઓછો છે. કારણ કે અહીં તાપમાન ૩૦થી ૪૦ ડિગ્રી આજુબાજુ છે. ઈડુક્કી જિલ્લો પણ આ કેટેગરીમાં છે. અહીં તાપમાનનું આ જ સ્તર છે.
જો કે તિરુવનંતપુરમમાં સ્થિત IMD ના અધિકારીઓએ આ રિપોર્ટ પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ભલામણ કરી છે કે તેઓ બહાર જતી વખતે વધારાની સાવધાની વર્તે અને પોતાને તેજ ગરમીથી બચાવવા માટે સારી રીતે હાઈડ્રેટ કરે.