બર્ડ ફ્લૂઃ લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં નવ પક્ષીઓ મળી આવ્યા
બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્યના સુરેન્દ્રનગરના લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓ મળતાની સાથે જ ગ્રામજનોમાં ભયની લાગણી જોવા મળી હતી. એક ખેતરમાંથી મૃત હાલતમાં આઠ માદા મોર અને એક તેતર સહિત નવ પક્ષીઓ મળ્યા હતા..
ગ્રામજનોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી. જે બાદ વનવિભાગની ટીમે મૃતપક્ષીઓનો કબ્જાે લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી. શિયાળુ સત્ર શરૂ થતા પરદેશી પારેવડા સીમ, સીમાડા ઓળંગીને આવી રહ્યા છે પારેવડાઓ ન્યુટ્રલ થઇ શાંતિમય વાતાવરણમાં તરતા માનવ જીવનને ઘણું ખરૂ કહી રહ્યા છે જો માનવી પણ આ પ્રકારનું ન્યુટ્રલને શાંતિમય જીવન બનાવી દે તો સંસાર ઘણો સુખમય બની રહે. દ્વારકા પાસે દરિયા કિનારેથી