રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડૉ. રાજુલ દેસાઇએ સફાઇ કામદારો નિમવા રજૂઆત કરી
પાટણ વિધાનસભા મત વિસ્તારમાં પ્રજાકીય પ્રશ્નો અને વિકાસ કામો બાબતે સક્રિય રસ લઈ રહેલા રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડો. રાજુલ દેસાઈ એ પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ ભરવા તેમજ નગરપાલિકામાં કાચમી સફાઈ કામદારોની જગ્યાઓ ફિકસ પગારથી ભરવા માટે સરકારમાં લેખિત રજુઆત કરી છે.
પાટણ ખાતેની જનરલ હોસ્પિટલમાં વર્ગ- એક,બે અને ત્રણ ની મંજૂર થયેલ મહેકમ મુજબની ઘણી જગ્યાઓ ખાલી પડેલ હોય તે ભરવા માટે તેમણે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરી છે. ડો. રાજુલ દેસાઈએ આરોગ્ય મંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે પાટણ જનરલ હોસ્પિટલમાં તેમની મુલાકાત દરમિયાન જાણવા મળ્યા મુજબ વર્ગ એક,બે,ત્રણ ની મહેકમ મુજબની મંજૂર થયેલ જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી પડેલ છે. આ જગ્યાઓ ખાલી હોવાથી પાટણની જનતાને વારંવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે તેમજ ચાલુ સ્ટાફ ઉપર કામનું કારણ રહે છે. જેથી આ જગ્યાઓ સત્વરે ભરવા તેમણે ખાસ ભલામણ કરી હતી.
આ ઉપરાંત પાટણ શહેરનો વ્યાપ અને વિસ્તાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે બીજી તરફ નગરપાલિકામાં સફાઈ કામદારોની ઘણી જગ્યાઓ ખાલી પડેલ હોય તેની સીધી અસર શહેરની સ્વચ્છતા ઉપર જોવા મળી રહી છે ત્યારે સફાઈ કામદારોના પ્રશ્ન અંગે પણ ડો. રાજુલ દેસાઈએ રાજ્યના મ્યુનિસિપાલિટીના રિજનલ કમિશનરને પત્ર લખીને કાયમી સફાઈ કામદારોની જગ્યાઓ ફિક્સ પગારથી રાખવા ખાસ ભલામણ કરી છે. તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે પાટણ શહેરના તેમના પ્રવાસ દરમિયાન પાટણ વાલ્મિકી સમાજ સેવા વિકાસ મંડળ પાટણના ટ્રસ્ટીઓએ પાટણ નગરપાલિકામાંથી નિવૃત્ત થયેલ સફાઈ કામદારોની સંખ્યા ઘણી હોવાનું અને તે જગ્યાઓ હાલ ભરાઈ નહીં હોવાનું જણાવી જ્યારે મંજૂર થયેલ મહત્તમ ઘણું મોટું હોય ત્યારે આ ખાલી જગ્યા પર નિવૃત્ત થયેલ કર્મચારીઓ પૈકી ફિટનેસ ધરાવતા કર્મચારીઓ જો ફિક્સ પગારથી રહેવા સંમત હોય તો નગરપાલિકા તથા સરકારના ભરતીના નિયમોની જોગવાઈ અનુસાર બધા કર્મચારીને ફિક્સ પગારથી નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે રહેવા સંમત હોય તેવા કર્મચારીઓને નિમણૂક આપવા અને આ બાબતે સહાનુભૂતિપૂર્વક ર્નિણય કરવા તેમણે પત્રમાં ભલામણ કરી હતી.