દિલ્હી-NCRમાં ૩૦ સેકન્ડથી વધુ સમય સુધી ૫.૮ તીવ્રતાના ઝટકા અનુભવાયા, લોકો દોડવા લાગ્યા

દિલ્હી-NCR માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે. ૩૦ સેકન્ડથી વધુ સમય સુધી આ ઝટકા અનુભવાયા. નેપાળમાં પણ ભૂકંપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૮ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ નેપાળમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ અનેક જગ્યાએ ભૂકંપના આંચકા મહેસૂસ કરાયા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ બપોરે ૨.૨૮ વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ની હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની ૧૦ કિમી અંદર હોવાનું કહેવાય છે.  આ અગાઉ ૫ જાન્યુઆરીએ પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો હતો. જમ્મુ કાશ્મીરમાં પણ ધરતી હલી હતી. તે વખતે ભૂકંપની તીવ્રતા ૫.૯ હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news