કોરોના વચ્ચે નવુ જોખમઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હિમાચલમાં ૧૦૦૦ પક્ષીઓના મોત
સમગ્ર દુનિયામાં વૈશ્વિક મહામારી કોરોના વાઈરસનો પ્રકોપ ચાલુ છે. દેશમાં કોરોના સંકટ વચ્ચે બર્ડ ફ્લુના નવા જોખમે દસ્તક આપી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હવે હિમાચલમાં ૧૦૦૦થી વધારે પક્ષીઓના મોત નીપજ્યા છે. ચિંતાની વાત એ છે કે આ હવે વધુ ઝડપથી ફેલાવવા લાગ્યુ છે. મૃત પક્ષીઓના સેમ્પલ લઈને મધ્યપ્રદેશના ભોપાલની એક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં બર્ડ ફ્લુની પુષ્ટિ બાદ શનિવારે પહેલીવાર કોટા અને પાલીમાં પણ કાગડાના મોત નીપજ્યા છે. હવે આ પાંચ જિલ્લામાં ફેલાઈ ચૂક્યુ છે. શનિવારે બારાંમાં ૧૯, ઝાલાવાડમાં ૧૫ અને કોટાના રામગંજમંડીમાં વધુ ૨૨ કાગડાના મોત નીપજ્યા છે. કોટા સંભાગના આ ત્રણ જિલ્લામાં અત્યાર સુધી ૧૭૭ કાગડાના મોત નીપજ્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ વધુ ૧૩ કાગડાના મોત નીપજ્યા છે.
જોખમની ચપેટમાં આવેલા પ્રવાસી પક્ષી રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હિમાચલ પ્રદેશના પાગ ડેમ અભયારણ્યમાં એક અઠવાડિયામાં ૧,૦૦૦થી વધારે પ્રવાસી પક્ષી મૃત મળ્યા છે. પોંગ ડેમ અભયારણ્યમાં દર વર્ષે ઓક્ટોબરથી માર્ચ સુધી રશિયા, સાઈબીરિયા, મધ્ય એશિયા, ચીન, તિબ્બત વગેરે દેશોમાંથી વિભિન્ન પ્રજાતિઓના રંગબેરંગી પક્ષી લાંબી ઉડાન ભરીને અહીં પહોંચે છે અને પર્યટકોને આકર્ષિત કરે છે. હવે આ પક્ષીઓના અચાનક મોત નીપજી રહ્યા છે. વન્યપ્રાણી વિભાગે બર્ડ ફ્લુની આશંકાના કારણે કલેક્ટર કાંગરાને અવગત કરવા સરોવરમાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર રોક લગાવી દીધી છે.
લોકોમાં દહેશતબારાં જિલ્લામાં એક કિંગ ફિશર અને મેગપાઈનુ પણ મોત થયુ છે. આ સિવાય પાલીના સુમેરપુરમાં પણ અલગ-અલગ જગ્યાએ આઠ કાગડા મૃત મળ્યા. જોધપુરમાં શનિવારે કોઈ મૃત્યુ થયુ નથી પરંતુ અહીં અત્યાર સુધી સર્વાધિક ૧૫૨ કાગડાના મોત થયા છે. કોટા સંભાગમાં બર્ડ ફ્લુના કારણે લોકોમાં દહેશત છે. ઝાલાવાડને છોડીને બાકી જગ્યાના સેમ્પલ આવ્યા નથી, પરંતુ મોતની સંખ્યાને જોતા ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને એલર્ટ જારી કર્યુ છે. ઝાલાવાડમાં કંટ્રોલ રૂમ બનાવાયો છે. બાકી જગ્યાઓ પર પણ તત્પરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
યુપી-હરિયાણામાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ