દિલ્હીની હવા ખરાબ, AQI ગંભીર શ્રેણીમાં પહોંચતા નિર્માણ-તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ
દિલ્હીમાં હવાની ગુણવત્તા કરાબ થવાને કારણે ફરીથી નિર્માણ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવા ગુણવત્તા મેનેજમેન્ટ આયોગે રવિવારે એક્યૂઆઈ (AQI) ગંભીર શ્રેણીમાં પહોંચતા આ ર્નિણય લીધો છે. ગયા મહિને પણ, કેન્દ્રની એર ક્વોલિટી પેનલે અધિકારીઓને દિલ્હી-એનસીઆરમાં આવશ્યક પ્રોજેક્ટ્સ સિવાય તમામ બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. થોડા સમય બાદ એક્યૂઆઈમાં સુધાર થવા પર તે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ફરી હવાની ગુણવત્તા ખરાબ થવાને કારણે આ પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવ્યો છે.
દિલ્હીમાં રવિવારે એક્યૂઆઈ ૪૦૦ પહોંચી ગયો, જે શનિવારે નોંધાયેલા એક્યૂઆઈથી પણ ખરાબ હતો. ર
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર શનિવારે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) ૩૨૩ નોંધવામાં આવ્યો હતો. દિલ્હીની વાયુ ગુણવત્તા સતત પાંચમાં દિવસે ખુબ ખરાબ શ્રેણીમાં રહી. તો શુક્રવારે સવારે એક્યૂઆઈ ૩૩૫ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. દરમિયાન, નોઈડામાં પણ AQI ૩૭૯ પર ‘ખૂબ નબળી’ કેટેગરીમાં પહોંચી ગયો. ૦ થી ૧૦૦ સુધીની હવા ગુણવત્તા સૂચકાંક સારી માનવામાં આવે છે, જ્યારે ૧૦૦ થી ૨૦૦ મધ્યમ, ૨૦૦ થી ૩૦૦ નબળી, ૩૦૦ થી ૪૦૦ અત્યંત નબળી અને ૪૦૦ થી ૫૦૦ કે તેથી વધુ ગંભીર માનવામાં આવે છે.