ડીસામાં લોકોને ગીતા ઉપદેશ અંગે જાગૃત કરવા બાળકીઓએ ગીતા માથા પર મૂકી પોથીયાત્રા કાઢી

હિન્દુ ધર્મમાં ભગવત ગીતાનું મહત્વ ખુબ છે. ડીસાની જાગૃતિ કન્યા વિધાલય ખાતે ભગવત ગીતા જયંતિ નિમિત્તે આવનારી પેઢી ગીતાના મહત્વને સમજતી થાય તે અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડીસામાં લોકો ભગવત ગીતા જેવા મહાન ગ્રંથ વિષે સમજે અને ભાગવત ગીતાને પોતાના જીવનમાં ઉતરે તે માટે ગીતા જયંતિ નિમિત્તે જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીનિઓએ માથા પર ગીતા મૂકીને પોથીયાત્રા કાઢી હતી. ત્યારબાદ ભાગવત ગીતાની આરતી ઉતારીને પુષ્પો અર્પણ કરીને પુજા કરવામાં આવી હતી. ગીતાનું મહત્વ આપણાં જીવનમાં કેમ છે અને આપણાં જીવનમાં ભાગવત ગીતા કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે, તેની પર ભાગવત ગીતાના જાણકાર પુજા ઠક્કરે પ્રકાશ પાડ્યો હતો. સામાન્ય રીતે આજકાલ નાના બાળકો ફિલ્મો ગીતો કંઠસ્થ કરતાં હોય છે, પરંતુ પુજા ઠક્કર દ્વારા ગીતાનું મહત્વ સમજાવવા માટે કરેલા પ્રયાસોને પગલે બાળકો હવે ગીતાના શ્લોકો કંઠસ્થ કરતાં થઈ ગયા છે અને ગીતાનો સાર પણ સમજતા થઈ ગયા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news