યોગી સરકાર ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર ૧ લાખની સબસિડી આપશે

ઉત્તર પ્રદેશની યોગી સરકારે હવે વધતા જતા વાહન પ્રદુષણને અટકાવવા મહત્વનુ પગલ ભર્યુ છે. યોગી સરકારે લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની ભલામણ કરી છે. યોગી સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર સબસિડી પણ ઓફર કરી છે. હવે યુપીમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર ૧ લાખ રૂપિયા સબસિડી મળશે. યોગી સરકારનુ માનવુ છેકે આ સબસિડી યોજના અંતર્ગત ૧૦ લોખથી વધુ લોકોને રોજગારી મળશે તથા સરકારે ૩૦ હજાર કરોડ રૂપિયાના ઇનવેસ્ટમેન્ટનુ ટાર્ગેટ રાખ્યુ છે.

નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અનુસાર રાજ્યમાં ખરીદાતા ઈલેક્ટ્રિક વાહનોની ફેક્ટરી કિંમત પર ૧૫ ટકા સબસિડી આપવામાં આવશે. જેમાં પ્રથમ ૨ લાખ ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે પ્રતિ વાહન રૂ. ૫ હજાર સુધીની સબસિડી, પ્રથમ ૫૦,૦૦૦ થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે મહત્તમ રૂ. ૧૨,૦૦૦ સુધી, પ્રથમ ૨૫,૦૦૦ ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે રૂ. ૧ લાખ સુધીની સબસિડી. આપવામાં આવશે. તે જ સમયે, રાજ્યમાં ખરીદેલી પ્રથમ ૪૦૦ બસો પર પ્રતિ ઈ-બસ રૂ. ૨૦ લાખ સુધીની સબસિડી આપવામાં આવશે. એક સત્તાવાર નિવેદનમાં ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે નીતિનો મુખ્ય ઉદ્દેશ રાજ્યને ઇલેક્ટ્રિક વાહનો, બેટરી અને અન્ય સાધનોના ઉત્પાદન માટે વૈશ્વિક હબ બનાવવાનો છે.

સરકારે કહ્યું કે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીનો ઉદ્દેશ્ય રૂ. ૩૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ આકર્ષવાનો અને ૧૦ લાખથી વધુ લોકો માટે રોજગાર (પ્રત્યક્ષ અને પરોક્ષ) પેદા કરવાનો છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news