હમીરસર તળાવ છલકાતા નવા નીરના વધામણા કરાયા

ભુજ શહેરની શાન અને શહેરીજનોના હ્રદયમાં અદકેરું સ્થાન ધરાવનાર હમીરસર તળાવ આખરે આ વખતે ભુજમાં પડેલા ૫૦ ઇંચ જેટલા ભારે વરસાદ બાદ ઓવરફ્લો થયું હતું. જેનો આનંદ સમગ્ર જિલ્લામાં ફેલાયો છે. ત્યારે સુંદર તળાવમાં નવા નીરને ધાર્મિક વિધિવિધાન અને પરંપરાગત રીતે વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય, સુધારાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના હસ્તે વધાવાયું હતું. આ પ્રસંગે સત્તાપક્ષના પદાધિકારીઓ, અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ૧૯૫૩થી અત્યાર સુધીમાં ૨૬મી વખત હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. પ્રણાલિકા મુજબ આ દિવસે વહીવટી તંત્ર દ્વારા ભુજમાં જાહેર રજા પાડવામાં આવે છે.

બપોરે નગરપાલિકા કચેરી ખાતેથી પદાધિકારીઓ, ઢોલ શરણાઈના તાલે વાજતે ગાજતે કચ્છી પાઘમાં સજ્જ થઈ પારેશ્વર ચોક પાસેની પાવડી ખાતે પહોંચ્યા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાનુભાવોના હસ્તે નવા નીરનું પૂજન કરાવવામાં આવ્યું હતું. તળાવના પાણીમાં શ્રીફળ ફેંકી તળાવ વધાવવાની વિધિ કરવામાં આવી હતી. આ વેળાએ વિધાનસભા અધ્યક્ષ ડો નીમાબેન આચાર્ય, સુધારાઈ પ્રમુખ ઘનશ્યામ ઠકકર, તેમના ધર્મપત્ની પારુલબેન, કુંવર ઈન્દ્રજીત સિંહ જાડેજા, નગર સેવકો, નગરજનો વગેરે મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.અને લોકોમાં મેઘલાડુનું વિતરણ કરાયું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news