બેંગલોરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં રહેનારા લોકોનાં ઘર પણ ડૂબી ગયા
છેલ્લા કેટલાક વિસ્તાર બેંગલોરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં દરેક જગ્યાએ પૂરના પાણી ઘૂસી ગયા છે. માત્ર શહેરોમાં જ નહીં નીચાણવાળા વિસ્તારમાં રહેનારા લોકોનાં ઘર પણ ડૂબી ગયા છે. તેમાં અમીરો પણ બાકી રહ્યા નથી. કુદરતે તેમના પર પણ કહેર વરસાવ્યો છે.
સિલિકોન શહેરના સૌથી એક્ઝેક્યુટિવ ગેટેડ કોમ્યુનિટી એપ્સલોન પણ પૂરના પાણીમાં ડૂબી ગયું છે. એપ્સલોનમાં દેશના દિગ્ગજ અજબપતિ અને વર્તમાનમાં કેટલાક બહાર આવતા અબજોપતિના વિલા છે. એપ્સલોનમાં કોઈ પણ વિલા ૧૦ કરોડની નીચેની કિંમતના નથી. આ પોશ વિસ્તારમાં ચેરમેન રિશદ પ્રેમજી જેવા જૂના અબજપતિ તો બાયજૂ રવીન્દ્રન જેવા નવા જમાનાના સ્ટાર્ટઅપ અબજપતિઓ રહે છે. અહીં રહેતા કેટલાંય અરબપતિઓના પરિવારોને ટ્રેકટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. અબજોપતિઓના બંગલાની સામે ઘણી-બધી ગાડીઓ તરતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં આવા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે, આ કરોડોના બંગલાની સામે જર્મની, ઈટલીની કરોડો રૂપિયાની કાર તરી રહી છે. અનએકેડેમીના સીઈઓ ગૌરવ મુંજાલે ટ્વીટ કર્યુ હતુ કે, ‘અમારી સોસાયટી પાણીમાં ડૂબી ગઈ છે. મારા પરિવાર અને પાળેલાં પ્રાણીઓને ટ્રેકટરથી બહાર કાઢવામાં આવ્યા છે. માહોલ ખરાબ છે.
કૃપા કરીને ધ્યાન આપો.’ એપ્સલોનમાં રહેનારા લોકો રવિવારે રાત્રે થયેલાં મૂશળઘાર વરસાદ પછી પોતાના કરોડોના ઘર છોડીને બોટ અને ટ્રેકટરથી બહાર નીકળી ગયા છે. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણીકાપ અને વીજળીકાપ પણ કરાયો હતો. મંગળવારે એપ્સલોન અને પડોશની ગેટેડ કોમ્યુનિટીની આગળ કેટલીય કાર પણ તરતી નજરે આવી હતી. જાણકારી અનુસાર, એપ્સલોનમાં એક સામાન્ય વિલાની કિંમત ૧૦ કરોડ રૂપિયા છે. પ્લોટના કદના આધારે કિંમત ૨૦થી ૩૦ કરોડ રૂપિયા સુધી છે. એક એકર પ્લોટની કીંમત ૮૦ કરોડ રૂપિયા સુધી બતાવવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ જોતાં જ એવું સમજી જવું જોઈએ કે કુદરત કોઈને છોડતું નથી.