વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “દેશે તેમને પાછળ રાખ્યા છે જેણે અહીં ૨૫૦ વર્ષ સુધી હુકુમત કરી”

બ્રિટનને પછાડી ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. એક દશક પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ૧૧માં ક્રમે હતું. જ્યારે બ્રિટન પાંચમાં નંબરે હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બ્રિટનને પછાડી ભારતની દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખુશી વિશેષ છે કારણ કે દેશે તેમને પાછળ રાખ્યા છે જેણે અહીં ૨૫૦ વર્ષ સુધી હુકુમત કરી છે.  રાષ્ટ્રીય શિક્ષક પુરુસ્કાર મેળવનાર શિક્ષકો સાથે સંવાદ કરતા સમયે પ્રધાનમંત્રીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારત પોતાના શિક્ષા તંત્રને મજબૂત કરવા માટે યોગ્ય દિશામાં જઈ રહ્યું છે. દેશની નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિની વૈશ્વિક પ્રશંસા થઇ રહી છે. ભારતનું વિશ્વમાં પાંચમી સૌથી મોટી અ

ર્થવ્યવસ્થા બનવાનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું કે ૨૫૦ વર્ષ સુધી જે આપણા પર રાજ કરીને ગયા હતા તેમને પાછળ રાખીને આપણે દુનિયાની અર્થવ્યવસ્થામાં આગળ નીકળી ગયા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે છઠ્ઠાથી પાંચમાં સ્થાન પર આવવાનો જે આનંદ હોય છે તેનાથી વધારે આનંદ તેમાં થયો. છઠ્ઠાથી પાંચમાં પર આવતા તો થોડો આનંદ થાત પણ આ પાંચ વિશેષ છે કારણ કે આપણે તેમને (બ્રિટન)ને પાછળ રાખ્યા છે. વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવામાં ભારતે ઈંગ્લેન્ડને પાછળ રાખી દીધું છે. હાલ બ્રિટનમાં જીવન વ્યાપનનો ખર્ચ વધતા ખૂબ જ પરેશાની જોવા મળી રહી છે.

વર્ષ ૨૦૨૧ના છેલ્લા ત્રણ મહિનામાં ભારત ઈંગ્લેન્ડને પછાડીને દુનિયાની પાંચમાં નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારત કરતાં માત્ર ૪ દેશો આગળ છે. તેમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. ભારતના વિકાસ સાથે બ્રિટન છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. યૂએસ ડોલરના આધાર પર આ ગણના કરવામાં આવી છે. આર્થિક નિષ્ણાતોનું અનુમાન છે કે, આવનારા સમયમાં ભારત બ્રિટન અર્થવ્યવસ્થાની સરખામણીમાં તેની વૃદ્ધિને વધુ મજબૂત બનાવશે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news