ઋષિ સુનક બ્રિટનમાં ૨૦૦ પાઉન્ડનો વિજળીમાં ઘટાડો કરશે
બ્રિટનમાં પીએમ ઉમેદવાર ઋષિ સુનકે ઘરોમાં વિજળી પર લગભગ ૨૦૦ પાઉન્ડનો ઘટાડો કરશે. જોકે આમ આદમી પાર્ટીની સત્તાવાળા દિલ્હી-પંજાબમાં ૨૦૦ યૂનિટ ફ્રી વિજળી આપવામાં આવી રહી છે. બોરિસ જોનસનના રાજીનામા બાદ બ્રિટનની સત્તાધારી કંજર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વની ચૂંટણી થઇ રહી છે. તેમાં ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે મુકાબલો છે. તાજેતરમાં જ તમામ સર્વેમાં ઋષિ સુન પાછળ ધકેલાતા જોવા મળી રહ્યા છે. એવામાં તેમની આ જાહેરાત મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. ધ ટાઇમ્સમાં તેમણે કહ્યું કે ‘તે એનર્જી બિલમાં વેટમાં ઘટાડો કરશે. તેનાથી બિલોમાં લગભગ ૨૦૦ પાઉન્ડની બચત થશે. બ્રિટનની જનતા પહેલાંથી જ વધુ ઉર્જાના બિલોનો સામનો કરી રહી છે.
તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં ઉર્જા બિલોના ભાવ અને વધુ વધવાની સંભાવના છે. એવામાં લાખો લોકો ગરીબી રેખાની નીચે જતા રહેશે. આ સંકટ એવા સમયે આવ્યું છે, જ્યારે બ્રિટનમાં પીએમ પદ માટે ચૂંટણી થઇ રહી છે. એવામાં આ સંકટથી બંને ઉમેદવારો પર દબાણ આવી ગયું છે. સાથે જ સવાલ ઉદભવી રહ્યા છે કે શું આ વર્ષના અંત સુધીમાં ભારે ઉદ્યોગ અને ઘરોને વિજળી બ્લેકઆઉટનો સામનો કરવો પડશે?Uswitch વેબસાઇટના અનુસાર લગભગ એક ચતૃથાંશ પરિવાર પર બિલના ૨૦૬ પાઉન્ડ બાકી છે. આ રકમ ફક્ત ચારમાં ૧૦ ટકા વધી ગઇ છે. વૈશ્વિક સ્તર પર પ્રાકૃતિક ગેસ આપૂર્તિ સંકટથી બ્રિટનમાં જથ્થાબંધ કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી છે. એટલું જ નહી ફેબ્રુઆરીમાં રશિયા અને યૂક્રેન બાદ સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે.