વડાપ્રધાને વિશ્વ જૈવઈંધણ દિવસે ઈથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

વિશ્વ જૈવઇંધણ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હરિયાણાનાં પાણીપતમાં બીજી પેઢીનાં ઇથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર, હરદીપ સિંહ પુરી, રામેશ્વર તેલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિશ્વ જૈવઇંધણ દિવસના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી. ઈથેનોલ પ્લાન્ટને માત્ર એક શરૂઆત ગણાવતા તેમણે કહ્યું કે આ પ્લાન્ટથી દિલ્હી, હરિયાણા અને એનસીઆરમાં પ્રદૂષણ ઓછું થશે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ માં હરિયાણાની પુત્રીઓ અને પુત્રો દ્વારા શાનદાર પ્રદર્શન કરવા બદલ હરિયાણાને અભિનંદન પણ આપ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા જેવા દેશમાં જે પ્રકૃતિની ઉપાસના કરે છે, ત્યાં જૈવિક-બળતણ એ પ્રકૃતિની સુરક્ષાનો પર્યાય છે. આપણા ખેડૂત ભાઈ-બહેનો આ વાત વધુ સારી રીતે સમજે છે.

આપણા માટે જૈવિક-બળતણ એટલે હરિયાળું બળતણ, પર્યાવરણની બચત કરતું બળતણ. તેમણે જણાવ્યું હતું કે, આ આધુનિક પ્લાન્ટની સ્થાપના સાથે હરિયાણાના ખેડૂતો, જ્યાં ચોખા અને ઘઉંનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે, તેમને પાકના અવશેષોનો ઉપયોગ કરવા માટે વધુ એક આકર્ષક માધ્યમ મળશે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જે લોકો રાજકીય સ્વાર્થ માટે શૉર્ટકટ્‌સ અપનાવીને સમસ્યાઓથી બચવાનું વલણ ધરાવે છે, તેઓ ક્યારેય કાયમી ધોરણે સમસ્યાઓનું સમાધાન કરી શકતા નથી. શૉર્ટ-કટ્‌સ અપનાવનારાઓને થોડા સમય માટે તાળીઓ મળી શકે છે, અને રાજકીય લાભ મેળવી શકે છે, પરંતુ તેનાથી સમસ્યા હલ થતી નથી. શૉર્ટ-કટ અપનાવવાથી ચોક્કસપણે શૉર્ટ-સર્કિટ થશે. અમારી સરકાર શૉર્ટ-કટ્‌સને અનુસરવાને બદલે, સમસ્યાઓના કાયમી નિરાકરણમાં વ્યસ્ત છે. વર્ષોથી પરાળની સમસ્યાઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. પરંતુ શૉર્ટકટ્‌સ માનસિકતા ધરાવતા લોકો તેનો ઉકેલ લાવી શક્યા નહોતા એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ વિસ્તૃત રીતે સમસ્યાનું સમાધાન કરવાનાં ઉદ્દેશ સાથે સંબંધિત પગલાંની યાદી આપી હતી.

ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ને ‘પરાળી’ માટે નાણાકીય સહાય આપવામાં આવી હતી, પાકના અવશેષો માટે આધુનિક મશીનરી પર ૮૦ ટકા સુધીની સબસિડી આપવામાં આવી હતી અને હવે આ આધુનિક પ્લાન્ટ આ સમસ્યાનું કાયમી સમાધાન પ્રદાન કરવામાં મદદ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. “જે ખેડૂતોનું નામ પરાલી સળગાવવાની મજબૂરીઓનાં કારણે ખરાબ કરવામાં આવ્યું હતું, તેઓ હવે જૈવ ઇંધણનાં ઉત્પાદનમાં અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનું ગૌરવ અનુભવશે.” પ્રધાનમંત્રીએ ગોબરધન યોજનાનો ઉલ્લેખ ખેડૂતો માટે આવકનાં વૈકલ્પિક માધ્યમ તરીકે પણ કર્યો હતો. દેશની સમસ્યાઓનું કાયમી અને સ્થાયી સમાધાન વિશે બોલવાનું ચાલુ રાખતાં પ્રધાનમંત્રીએ નવાં ફર્ટિલાઇઝર પ્લાન્ટ્‌સ, નેનો ફર્ટિલાઇઝર્સ, ખાદ્યતેલ માટે નવાં મિશન વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાને કારણે છેલ્લાં ૭-૮ વર્ષમાં દેશનાં આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયા વિદેશ જતાં બચી ગયા છે. અને ઇથેનોલનાં મિશ્રણને કારણે આપણા લગભગ એટલી જ રકમ દેશના ખેડૂતો પાસે ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, ૮ વર્ષ અગાઉ દેશમાં ફક્ત ૪૦ કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થયું હતું; હવે આ ઉત્પાદન લગભગ ૪૦૦ કરોડ લિટર છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ સુધી દેશમાં ફક્ત ૧૪ કરોડ એલપીજી ગેસ જોડાણો હતાં. દેશની અડધી વસ્તી, માતાઓ અને બહેનો, રસોડાના ધુમાડામાં રહી ગઈ હતી. નાદુરસ્ત તબિયત અને બહેનો-દીકરીઓને થતી અસુવિધાને કારણે થયેલાં નુકસાનની અગાઉ કાળજી લેવામાં આવી ન હતી. પ્રધાનમંત્રીએ માત્ર ઉજ્જવલા યોજનાથી જ ગરીબ મહિલાઓને ૯ કરોડથી વધારે ગેસનાં જોડાણો આપવા પર પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “હવે આપણે દેશમાં લગભગ ૧૦૦ ટકા એલપીજી કવરેજ પર પહોંચી ગયા છીએ. દેશમાં આજે લગભગ ૧૪ કરોડથી વધીને ૩૧ કરોડ ગેસ કનેક્શન છે.”.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news