બિહારના ઘણા જિલ્લામાં મહેસૂસ થયા ભૂકંપના આંચકા
નેપાળમાં આવેલા આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા છે. હાલમાં નોંધાયેલા ભૂકંપોથી નેપાળમાં મોટી સંખ્યામાં જાનહાનિ અને માનહાનિ જોવા મળી હતી. ૨૫ એપ્રિલ ૨૦૧૫ના રોજ નેપાળની રાજધાની કાઠમાંડૂ અને પોખારા શહેરની વચ્ચે ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે નેપાળમાં વિનાશ વેર્યો હતો. આ ભૂકંપના કારણે નેપાળમાં ૮,૯૬૪ લોકોના મોત થયા હતા અને લગભગ ૨૨ હજાર લોકો ઘાયલ થયો હતો. નેપાળમાં આવેલા આ વિનાશકારી ભૂકંપને ગોરખા ભૂકંપના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભૂકંપે ઉત્તર ભારતના ઘણા શહેરો સહિત પાકિસ્તાન અને બાંગ્લાદેશના અમુક વિસ્તારોને હલાવી દીધા હતા.
ભૂકંપના કારણે કાઠમાંડૂનું એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. ભૂકંપના કારણે માઉન્ટ એવરેસ્ટ પર બરફનું તોફાન આવ્યું હતું, જેમાં ૨૨ લોકોના મોત થયા હતા. ૧૨ મે ૨૦૧૫માં પણ એક ભૂકંપે વિનાશ વેર્યો હતો. તેનું એપીસેન્ટર ચીની સીમાની પાસે કાઠમાંડૂ અને માઉન્ટ એવરેસ્ટની વચ્ચે હતું. આ ભૂકંપના કારણે ૨૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો અને ૨૫૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ૧૯૩૪માં નેપાળમાં અત્યાર સુધીનો સૌથી ભયંકર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૮.૦ નોધવામાં આવી હતી. તેની રાજધાની કાઠમાંડૂ સહિત નેપાળના ભક્તપુર અને પાટનમાં તબાહી મચાવી હતી.નેપાળમાં ફરી એકવાર તેજ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ની માપવામાં આવી હતી.
સવારે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપ કાઠમંડુથી ૧૪૭ કિમી દૂર આવ્યો હતો. નેપાળના સમય અનુસાર સવારે ૮:૧૩ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, ખોટાંગ જિલ્લામાં મારતિમ બિરતા નામના સ્થળે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૂર્વ નેપાળના ૧૦ કિમીની ત્રિજ્યામાં નોંધવામાં આવ્યું હતું.