ગુજરાતમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે ૫ જુલાઈના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે. ૫ જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસશે. આ ઉપરાંત નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ૬ જુલાઈના રોજ નવસારી, સુરત, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદે માઝા મૂકી છે. સૌથી વધુ મહેસાણાના સતલાસણમાં ૨.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. માંગરોળમાં ૧.૮ ઈંચ, નવસારીમાં ૨.૫ ઈંચ, વડાલીમાં ૧.૮ ઈંચ, માંડવીમાં ૧.૮ ઈંચ વરસાદ ખાબક્યો છે. વળી, વીરપુરમાં ૧.૫ ઈંચ, સોનગઢમાં ૧.૫ ઈંચ, ખાંભામાં ૧.૫ ઈંચ, કરજણમાં ૧.૫ ઈંચ, વિજયનગરમાં ૧.૫ ઈંચ, નેત્રંગમાં ૧.૫ ઈંચ, બરવાળામાં ૧.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. પલસાણામાં ૧.૩ ઈંચ, જોડિયામાં ૧.૩ ઈંચ, તિલકવાડામાં ૧.૩ ઈંચ, દિયોદરમાં ૧.૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી આંકડાઓ મુજબ અમદાવાદ શહેરમાં ૧.૩૩ ઈંચ સાથે સિઝનનો માત્ર ૪.૨૭ ટકા વરસાદ વરસ્યો છે.

અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે સિઝનનો માત્ર ૭.૩૯ ટકા વરસાદ વરસ્યો છે. ગયા વર્ષે ૩ જુલાઈ સુધીમાં અમદાવાદ શહેરમાં ૫.૩૧ ઈંચ સાથે સિઝનનો ૧૬ ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે અમદાવાદ જિલ્લામાં ૪ ઈંચ સાથે સિઝનનો ૧૪ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. આમ ગયા વર્ષની સરખામણીમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં ઘણો ઓછો વરસાદ થયો છે સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના બોપલ, ઘુમા, એસજી હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ જેવા ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરુ થયા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં મંગળવારથી સારો વરસાદ વરસશે તેમજ રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના છે. આજે પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ભરુચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ પડશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news