રાજસ્થાનના બાડમેરમાં ભારે વરસાદને લીધે ગાડીઓ તણાઈ
ભારે વરસાદના કારણે પહાડોથી આવનાર પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરાઇ ગયા હતા. ડિપ્ટી ઓફિસમાં પણ ૪ ફૂટ પાણી ભરાયા હતા. વિસ્તારામાં ઘણા વાહનો પણ ડૂબી ગયા હતા. ચૌહટન રોડ પર પાણીના નાળા ઓવરફ્લો થયા હતા. જે પછી પ્રશાસને જેસીબી લગાવીને પાણી બહાર કાઢ્યા હતા. બાડમેર મુના સામાન્ય રીતે રણ વિસ્તારમાં આવો વરસાદ ઓછો જોવા મળે છે.
જોકે આ વરસાદથી રણના કિસાનો આનંદિત થઇ ગયા છે. મોસમ વિભાગે યલ્લો એલર્ટ જાહેર કરતા નાગોર, જેસલમેર, બાડમેર, જોધપુર, ભીલવાડા, શ્રીગંગાનગર, હનુમાનગઢ, બીકાનેર, અજમેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વીજળીના કડાકા અને તેજ પવન ફુંકાવાની પણ સંભાવના છે. પ્રિ-મોન્સૂન વરસાદથી એક બાજુ શહેરની હાલત ખરાબ થઇ ગઈ છે તો બીજી તરફ ખેડૂતોના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો છે. ગત ઘણા દિવસોથી ખેડૂતો વાવણીના તૈયારી કરી રહ્યા હતા. ભારે વરસાદ થતા ખેડૂતોને ફાયદો થશે. વરસાદના કારણે તળાવો પણ ભરાઇ ગયા છે. જેનાથી પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા થઇ ગઈ છે.
રાજસ્થાનમાં ભીષણ ગરમી વચ્ચે સોમવારે પ્રિ-મોન્સૂને દસ્તક આપી છે. રાજસ્થાનના બાડમેરમાં લગભગ ૬ કલાક સુધી વરસાદ સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા. ઘણી દુકાનો અને ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર ઉભેલી ગાડીઓ પાણીમાં તણાવવા લાગી હતી. બાડમેરમાં લગભગ પાંચ વાગ્યાની આસપાસ વરસાદ શરુ થયો હતો જે રાત્રે ૧૧ વાગ્યા સુધી વરસ્યો હતો. વરસાદના સમયે પાંચ કલાક લાઇટ બંધ થઇ ગઇ હતી. જાણકારી પ્રમાણે સૌથી વધારે નુકસાન બાડમેર જિલ્લાના બોર્ડર પર રહેલા ચૌહટન વિસ્તારની આજુબાજુ થયું છે.