રાજકોટના સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટમાં આગ ભભુકી ઉઠી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક આગના બનાવ જોવા મળે છે ત્યારે રાજકોટ શહેરના હાર્દ સમા વિસ્તાર અક્ષર માર્ગમાં આવેલ સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આગ લાગી હતી. આગના ધુમાડા ફ્લેટમાંથી બહાર નીકળતા આડોશ પાડોશના લોકો એ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ઘટનાસ્થળ પર પહોંચેલા ફાયર ફાયટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો.
આ ઘટનામાં પીઓપીના ભાગમાં આગ લાગતા આગ સમગ્ર ફ્લેટમાં પ્રસરી હતી. જેના કારણે ઘરવખરીને પણ નુકશાન પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. મારા ઘરમાં હું અને મારી પત્નિ અમે ૨ લોકો જ રહીએ છીએ. હું ઓર્થોપેડિક ડોક્ટર પાસે મારી પત્ની સાથે ગયો હતો. અમે જ્યારે તબીબ પાસે પહોંચ્યા ત્યાં અમને ચોકીદાર નો ફોન આવ્યો કે આ ઘરમાં આગ લાગી છે. તેથી અમે લોકો તુંરત અહીં આવ્યા હતા. આડોશી-પાડોશી અને ફાયર બ્રિગેડની મદદથી હાલ આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
શોર્ટસર્કિટથી આગ લાગી હોય એવું અમને લાગી રહ્યું છે. સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટના સ્થાનિકો દ્વારા ત્રીજા માળે આગ લાગી હોવાની માહિતી અમને આપવામાં આવી હતી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની બે ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે ઘરમાં તાળું લાગેલું હતું અને ઘરની અંદરથી ધુમાડા નીકળી રહ્યા હતા. તેથી અમારી ટીમ દ્વારા દરવાજો તોડીને ઘરની અંદર ઘૂસીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘરની અંદરનો એક આખો રૂમ બળીને ખાખ થઇ ગયો છે. હાલ આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવવા આવ્યો છે.