ગીર સોમનાથના દેદાની દેવળી ગામે સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મસમાં આગ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામના રહેણાંક વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર મકાનોથી નજીક જમીનથી પાંચ ફુટ ઉંચાઈ પર ફિટ કરવામાં આવેલ સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં અચાનક જ આગ લાગી હતી.જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

અંદાજે અડધી કલાક સુધી ચાલુ રહેલી આ ભીષણ આગમાં ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઈ ગયું હતું. આ આગની ઘટનાના પગલે આસપાસમાં રહેતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી ગઇ હતી અને અફરાતફરી સર્જાઈ હતી.

આ ઘટનાની જાણ કરાતાં વીજ વિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી આવી કામે લાગ્યો હતો. આ મહાકાય ટ્રાન્સફોર્મર રહેણાંક વિસ્તારમાં હોવાથી જે ગ્રામજનો માટે મોટું જોખમ હોવાથી દુર સુરક્ષિત સ્થળે મુકવાની ગ્રામજનોએ ઘટના બાદ લાગણી વ્યક્ત કરી હતી.

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામમાં રહેણાંક વિસ્તારમાં જમીનથી પાંચેક ફુટ ઉંચે મુકવામાં આવેલ સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં અચાનક જ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ભીષણ આગમાં આખું ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટના અંગે ગ્રામજનોએ વીજ વિભાગને જાણ કરતા સ્ટાફે દોડી આવી કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news