અમરેલીમાં પાર્કિંગમાં પડેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળી
અમરેલીના લાઠી રોડ પર આવેલા રાજુભાઈની ગેરેજમાં ખુલ્લા પ્લોટમાં લોગાન અને સ્કોર્પિયો કાર પાર્ક કરેલી પડેલી હતી. જેમાં અચાનક આગ ફાટી નીકળતા બંને કાર સળગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
આગ લાગતા અહીં આસપાસ પેટ્રોલ અન્ય કારના શોરૂમ સહિત હોવાને કારણે આસપાસ અન્ય વાહનો પણ જોવા મળ્યા હતા. જેના કારણે આગ બુઝાવવા માટે અન્ય માણસો પણ દોડી આવ્યા હતા. જ્યારે આગ કેવી રીતે લાગી છે તેનું કારણ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. ત્યારે માત્ર પાર્કિંગ કરેલી બંને એક સાથે કારમાં આગ કેવી રીતે લાગી તેને લઈ ભારે ગણગણાટ ચાલી રહ્યો છે. પરંતુ હજુ સત્તાવાર રીતે કોઈ કારણ નથી ખુલ્યુ.
અમરેલી ફાયર ઓફિસર એસ.સી.ગઢવી એ જણાવ્યું ફાયર કંટ્રોલમાં કોલ આવ્યો લાઠી રોડ ઉપર આગ લાગી છે આ સમાચાર સાંભળી તુરંત અમારી ટીમ પોહચી આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધી છે.અમરેલી શહેરના લાઠી રોડ પર એક ગેરેજમાં પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.