ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-પ્રાદેશિક કચેરી મોરબી ટીમ ઘ્વારા લાલ આંખ સાથે કડક કાર્યવાહી

પ્રાદેશિક અધિકારી તથા તેમની ટીમ દ્વારા સરતાનપર રોડ પર સઘન ચેકીંગ કરતા 2 એકમો સિલિકોન સીરામીક અને સેમસન સિરામીકમાં પેટકોક બળતણ તરીકે વપરાતું જોવા મળેલ . આ બને એકમોને સ્થળ ઉપરજ  3 days નોટિસ ફરકારવામાં આવેલ છે અને પર્યાવરણીય કાયદામાં ભંગ બદલ વધુ કાર્યવાહી અર્થે વડી કચેરી ગાંધીનગરને રિપોર્ટ મોકલવામાં આવેલ છે.

મોરબી સીરામીક એકમોમાં હાલમાં GPCB પ્રાદેશિક કચેરી દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને પેટકોક બળતણ તરીકે વપરાતું કોઈપણ એકમમાં પકડાશે તો તેના વિરુદ્ધ પર્યાવરણીય કાયદા હેઠળ યોગ્ય પગલાં લેવામાં આવશે , તથા ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે . તેમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહિ , એવું મોરબીના પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું .

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news