નવસારી કૃષિ યુનિ.નું સંશોધનઃ બનાના ફાઈબર પેપરનું આયુષ્ય ૭૦૦ વર્ષનું છે

સામાન્ય રીતે ભારતમાં કેળાની ખેતી માત્ર ફળ પકવવા માટે થાય છે. ફળ લીધા બાદ કેળના થડનો ઉપયોગ ક્યાંય થતો ન હતો. પરંતુ આ થડનો ઉપયોગ ઉચ્ચ કક્ષાની સ્ટેશનરી બનાવવા અને કરન્સી નોટ બનાવવા માટે પણ કરી શકાય છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના કેળા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ચિરાગ દેસાઈ અને તેમની ટીમે બિનઉપયોગ થડમાંથી ખાસ પ્રોસેસ દ્વારા ફાઈબર છૂટું પાડીને યાર્ન બનાવી તેમાંથી ફેબ્રિક્સનું નિર્માણ કર્યું છે. ચિરાગ દેસાઈએ જણાવ્યું છેકે આ કાગળનું આયુષ્ય ૭૦૦ વર્ષ છે અને જૂની કરન્સી નોટ કરતા આ કાગળમાંથી બનેલી નોટ ત્રણ ગણી વધારે ટકી શકે છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, બનાના ફાઈબરમાંથી બનાવવામાં આવેલા પેપરની લાઈફ લાંબી હોય છે અને ક્વોલિટી સારી હોય છે. જેના કારણે જાે આ પેપરનો ઉપયોગ સરકારના અગત્યના દસ્તાવેજાે બનાવવા, ચેકબૂક બનાવવા માટે કર્યે તો સારો ફાયદો બની શકે છે. આ કાગળનો ઉપયોગ વિદ્યાર્થીઓની માર્કશીટ, સર્ટિફિકેટ કે જેમને લાંબો સમય સુધી ટકાવી રાખવાના હોય છે. જાે બનાના પેપરમાંથી તેને બનાવવામાં આવે તો સારો ફાયદો મળી શકે છે.

ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, ૨૦૦૮-૦૯માં જ્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે કેળાના ફાઇબરમાંથી શું-શું બનાવી શકાય તે અંગે કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાંથી પેપર બનાવવા જૂદા-જૂદા કામો શરૂ કર્યા. કારણ કે ફિલિપાઇન્સ અને જાપાનમાં કરન્સી નોટમાં બનાના ફાઈબરનો ઉપયોગ થાય છે. તેના આધારે આપણે આગળ કામ કરીને કરન્સીકક્ષાના કાગળો, જૂદા-જૂદા હેન્ડ મેડ કાગળો બનાવી શકીએ એ માટે કામગીરી શરૂ કરી હતી. ૨૦૦૮-૦૯થી ૨૦૧૨-૧૩ સુધી તેમાં જૂદા-જૂદા અખતરા કરીને પાંચ વર્ષ બાદ આપણે સારી અને ઉચ્ચ ગુણવત્તાના બનાના ફાઈબર પેપરનો ઉપયોગ કર્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news