હિંમતનગર ખાતે આવેલ બાલાજી વેફર્સ ની ફેક્ટરીમા લાગી આગ, આગ લાગતા મચી દોડધામ
ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓ વધી જતી હોય છે,. હિંમતનગરમાં એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, આ આગ કયા કારણસર ફેલાઇ તે સામે આવ્યુ નથી. હિંમતનગરમાં બાલાજી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.
હિંમતનગરની વેફર્સની ફેક્ટરીમાં આગ લાગી છે, આ આગને કાબૂ મેળવવા માટે સાબરકાંઠાની ફાયર બિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગ લાગવાની ઘટનામાં કોઇ નુકશાન કે જાનહાનિ થઇ છે કે નહી તે જાણી શકાયુ નથી.
આગમાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. એટલું જ નહીં. આ ફેક્ટરીનું 10મી મેના રોજ ઓપનિંગ પણ થવાનું હતું.