ટિકર ગામે ખેડુતે નકામું ઘાસ સળગાવતા આગની ચપેટમાં પાંચ ઝુંપડા, બાઈક સળગ્યું

કાળઝાળ ગરમી અને રણના પવન વચ્ચે ટિકર ગામ નજીક ઢસી જવાના રસ્તા ઉપર હસુભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના શેઢા સાફ કરવા નકામું ઘાસ સળગાવ્યું હતું. જેમાં પળવારમાં જ સળગતા ઘાસે વિકરાળ રૂપ ધારણ કરી લેતાં ખેતર નજીક આવેલા ગરીબ પરિવારોના પાંચથી છ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. આ ઉપરાંત આગના કારણે ખેતર નજીક પડેલું એક બાઈક ભસ્મીભૂત થવાની સાથે પશુધન માટે ચોમાસામાં ખવડાવવા રાખવામાં આવેલો ૧૫ ટ્રેક્ટર જેટલો મોંઘો ઘાસચારો પણ સળગી ઉઠતા ગામલોકોએ મહા મુસીબતે આગ બુઝાવી હતી. ખેડૂત હસુભાઈ શેઢા ઉપર ઘાસ સળગાવી રહ્યા હતા ત્યારે ગ્રામજનોએ ઘાસ નહિ સળગાવવા સમજાવ્યા હતા. આમ છતાં તેમણે શેઢા ઉપર દિવાસળી ચાંપતા જ પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

જો કે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.હળવદ તાલુકાના ટિકર ગામથી ઢસી જવાના રસ્તે એક ખેડૂતે શેઢા પર ઉગેલું ઘાસ સળગાવતાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ખેતર નજીક આવેલા પાંચથી છ જેટલા ગરીબોના ઝૂંપડા બળી ગયા હતા. સાથે જ નજીકમાં પડેલું બાઈક પણ આગની ચપેટમાં આવી ગયું હતું અને ૧૫ ટ્રેક્ટર જેટલો ઘાસચારો પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news