મુખ્યમંત્રીએ રાજ્યના ૩ નગરોની પાણી પુરવઠા અને ગટર યોજનાના કામોને મંજૂરી આપી

ભૂપેન્દ્ર પટેલે સમગ્રતયા રૂ. ૫૦.૭૫ કરોડના વિવિધ કામો આ ત્રણ નગરોમાં હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, સાવરકુંડલા નગરપાલિકામાં જે કામો હાથ ધરાવાના છે તેમાં ૧૫ લાખ લીટર ક્ષમતાની ૨૦ મી. ઊંચી ઇએસઆર, ૩૬ લાખ લીટર ભૂગર્ભ સંપ, વિતરણ વ્યવસ્થા, પમ્પ હાઉસ, પમ્પીંગ મશીનરી અને ફિલ્ટર પ્લાન્ટનો સમાવેશ થાય છે.

ઉપલેટા નગરપાલિકા દ્વારા પાણી પુરવઠાના જે કામો હાથ ધરાશે તેમાં ઇન્ટેકવેલ, હયાત ઇન્ટેકવેલના નવિનીકરણ, ૪ એમ.એલ.ડી ક્ષમતાનો વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ઊંચી ટાકી અને રાઇઝીંગ મેઇન તથા વિતરણ વ્યવસ્થાના વિવિધ કામોનો સમાવેશ થાય છે. સાવરકુંડલા અને ઉપલેટામાં આ બધા કામો આગામી ર૦પરના વર્ષની અંદાજીત વસ્તીની પાણી માટેની જરૂરિયાત ધ્યાનમાં રાખીને હાથ ધરાશે. આ બે નગરો માટેની પાણી પુરવઠાના કામોની દરખાસ્તો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા શહેરી વિકાસ વિભાગ મારફતે મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ ઉપરાંત ધોળકા નગરમાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ-૪.૧ના રૂ.૨૦.૨૩ કરોડના કામોને પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂરી આપી છે.

ભૂપેન્દ્ર પટેલે આપેલી આ મંજૂરી અનુસાર ધોળકા નગરમાં ૧૨.૪૫ કિ.મી.ના સ્યુએઝ નેટવર્ક કામો માટે રૂ. ૭.૯૨ કરોડ, રાઇઝીંગ મેઇન માટે રૂ. ૭.૪૨ કરોડ તથા લીફટ પમ્પીંગ સ્ટેશન માટે રૂ. ૩.૪૫ કરોડ સહિતના કામો હાથ ધરાશે. એટલું જ નહિ, અન્ય કામોમાં ડામર તેમજ કોન્ક્રીટના રસ્તાઓનું પૂનઃ સ્થાપન, પાઇપલાઇન ક્રોસીંગના કામો તેમજ ૩૦૦ હાઉસ કનેક્શન ચેમ્બર્સના કામો પણ હાથ ધરાશે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી ધોળકા નગરના આ કામો અંગેની દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ મારફતે રજુ કરી હતી તેને પણ ભૂપેન્દ્ર પટેલે અનૂમતિ આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે નગરપાલિકાઓ સાવરકુંડલા અને ઉપલેટામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ માટે કુલ ૩૦.૫૨ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજના ફેઝ-૪.૧ના કામો માટે પણ ૨૦.૨૩ કરોડ રૂપિયાના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે હાથ ધરવા અનૂમતિ આપી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news