નિકોલના સફલ પ્લાઝામાં ગેસ સિલિન્ડર લીક થતા આગની ઘટના બનવા પામી
અમદાવાદ નિકોલ વિસ્તારમાં ગેસ લિકેજને કારણે આગ લાગવાની ઘટના બની હતી. નિકોલના સફલ પ્લાઝામા આગ લાગી હતી. ચાંદની ભાજી પાઉ રેસ્ટોરાન્ટમા ગેસ લિકેજને કારણે આગ લાગી હતી.ફાયબર શેડ ના કારણે આગ વધુ પ્રસરી હતી . અને ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે આગ હોલવવા ત્રણ વોટર ટેન્કર ઉપરાંત બે ગજરાજ, વોટર ટેન્કર સહિતના વાહનોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. અને આગને કાબૂમા લીધી હતી. તેમજ આ આગ લાગી એ દરમિયાન રેસ્ટોરન્ટ કર્મચારીઓ બહાર હોવાથી કોઇ જાનહાની પણ પહોંચી ન હતી.
વધુ તપાસ કરતા માલૂમ પડ્યુ હતુ કે આ આગને કારણે આ એપાર્ટમેન્ટમાં રહીશોને ઘરમાં નુકશાન થયુ હોવાનું પણ સામે આવ્યું હતુ પણ તેમને કોઇ જાનહાની થવા પામી ન હતી.