બીલીમોરા તંત્રની બેદરકારીથી લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાયું

બીલીમોરા પાલિકા વિસ્તારમાં દેવધા ઇન્ટેકવેલમાંથી પાણી આંતલિયા ફિલ્ટરેશનમાં લાવી શહેરીજનોને પૂરું પાડવામાં આવે છે. જેમાં આંતલિયા ફિલ્ટરેશન પ્લાન્ટના ૧૫ લાખ લિટર કેપેસિટી ભૂગર્ભ સંપમાં સર્જાયેલા લિકેજના કારણે લાખો લિટર શુદ્ધ જળ વહી રહ્યું છે. જેને પગલે બીલીમોરા શહેરમાં આગામી દિવસોમાં પાણીની તકલીફ ઉભી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ બાબતે બીલીમોરા પાલિકાના પાણી સમિતિના ચેરમેને જ પાલિકાના સીઓને આવેદન આપવાની નોબત આવી છે.

બીલીમોરા પાલિકાના શહેરીજનોને પીવાના પાણી સુવિધા આપવા દેવસરથી વહેતી અંબિકા નદી દેવધા ડેમ ઇન્ટેકવેલમાંથી પાણી લાવી તેને આંતલિયા ફિલ્ટરેશન પ્લાન્ટમાં લવાય છે. જેને ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ ક્લોરીનેશન કરી તેને આંતલિયા સંપમાં એકત્ર કરી ત્યાંથી શુદ્ધ પાણીને નવજીવન કોલોની ઓવરહેડ ટાંકી, વાંકા મોહલ્લા ટાંકી અને ગાયકવાડ મિલ વિસ્તાર ઓવર હેડ ટાંકીમાં પહોંચાડી શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં સવાર-સાંજ પાણીની લાઈન મારફતે વિતરણ કરવામાં આવે છે. દ

રમિયાન ૧૫ વર્ષ અગાઉ બનાવામાં આવેલા ૧૫ લાખ લિટરની ક્ષમતાનો ભૂગર્ભ સંપ સમય જતાં તેમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણ સર્જાતા ફિલ્ટરેશન કરેલું શુદ્ધ પાણી આ ભંગાણમાંથી વહી રહ્યું છે અને પાણીનો બગાડ થઈ રહ્યો હતો. જેનું સમારકામ કરવું આવશ્યક હોવાથી બીલીમોરા પાલિકા દ્વારા આ જર્જરિત સંપનું સમારકામ હાથ ધરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે.

હવે આ જ પરિસ્થિતિ જો રહે તો આગામી દિવસોમાં ભરઉનાળે પાણીની તકલીફ લોકોએ સામનો કરવાનો વારો આવવાની સંભાવના વર્તાઈ રહી છે. આ જર્જરિત સંપના લિકેજ બાબતે વોટરવર્કસના ચેરમેન રમીલાબેન હરીશભાઈ ભાદરકા એ ચીફ ઓફિસરને આ સમસ્યા અંગે લેખિત આવેદન આપ્યું છે.

હાલમાં ઉનાળાની ગરમીમાં ચારેકોર પાણીની અછત ઊભી થાય છે, જેથી શહેરીજનોની પાણીની માંગને પૂર્ણ કરવા માટે પાલિકાતંત્ર પણ કામગીરી કરતું હોય છે. પણ ક્યારેક સરકારી પ્લાન્ટમાં મરામત ન થતાં મોટું નુકસાન થાય છે.

બીલીમોરાના આંતલીયા ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી શુદ્ધ પાણી વહી જતા શહેરીજનોને આગામી સમયમાં મુશ્કેલી ઊભી થશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાલિકા દ્વારા શહેરને પાણી પહોંચાડવા માટે પ્લાન્ટનું નિર્માણ તો કરવામાં આવે છે પણ તેની સમયાંતરે સમારકામ કે મેન્ટેનન્સના અભાવને કારણે પાણીનો વેડફાટ થતા શહેરીજનોમાં પણ આક્રોશ જોવા મળે છે. જો કે છે. આ બાબતે બીલીમોરા પાલિકાના પાણી સમિતિના ચેરમેને જ પાલિકાના સીઓને આવેદન આપ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news