તાઉતે વાવાઝોડાની અસરથી આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોચશે

ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે ખુબ નુકસાન ગયું હતું. સમગ્ર અમરેલી જિલ્લામાં વાવાજોડાના કારણે ખેતી સહિત મોટાભાગે વ્યાપક નુકસાન ગયું હતું. ત્યારે જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના કેટલાક ગામડામાં કેરીનો પાક થાય છે.

જોકે, વાવાઝોડાના કારણે આંબાના પાકમાં નુકસાન જતા કેરીનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા જોવા મળી રહી છે. ઘરે ખાવા પુરતી જ ૨૦ ટકા જેટલી જ કેરીઓ થાય તેવી શક્યતા છે બાકી આ વર્ષે ૮૦ ટકા જેટલા પાકમાં કેરી આવે તેવું લાગતુ નથી. તાઉતે વાવાઝોડા બાદ ખેડૂતોએ ખૂબ મહેનત કરી ફરી ઝડપથી કેરીનું ઉત્પાદન આવે તે માટેના પ્રયાસ શરૂ કર્યા હતા, પરંતુ આ વર્ષે સફળતા મળે તેવા કોઈ સંકેતો હાલ જોવા મળતા નથી. જેના કારણે કેરીઓ ના ભાવ પણ આસમાને પોહચી શકે છે. જેથી કેરીનો સ્વાદ ચાખવો હશે તો ઊંચો ભાવ આપવો પડે તેવી શક્યતા અત્યારથી જોવા મળી રહી છે. ધારી ગીર અને સાવરકુંડલા વિસ્તારમાં માત્ર ૫૦ ટકા જેટલા આંબા બચ્યા છે. અહીં પણ અધૂરા આંબા હોવાને કારણે કેરીનું ઉત્પાદન લાવવું અતી મુશ્કેલ લાગી રહ્યુ છે, જોકે, અહીં રાજુલા તેમજ જાફરાબાદ કરતા કેરીનું ઉત્પાદન થોડા અંશે વધુ થઈ શકે છે કેમ કે અહી આંબાના પાકમાં વધુ નુકસાન આવ્યું ન હતું. જેના કારણે કેરીઓ તો આવશે પણ ઓછી આવશે જેથી કેરીનો ભાવો તો આસમાને જ રહેશે તેવી શક્યતા છે.

આ ઉપરાંત બહારના જિલ્લામાં જે રીતે કેરીઓ સપ્લાય થતી હતી તે સપ્લાયમાં પણ મોટો ઘટાડો આવી શકે છે અને ઉંચા ભાવના કારણે મહાનગરોના વેપારીઓ કેરી ખરીદવાનું ટાળી શકે છે.

તાઉતે વાવાઝોડાના કારણે બાગાયતી ખેતીને નુકસાન ગયું છે. જેથી કેરીઓનું ઉત્પાદન માત્ર ૨૦ ટકા થાય તેવી સ્થિતિ છે. અત્યારે આંબામાં મોર આવવાનું ઉત્પાદન જ નથી, જેના કારણે ખેડૂતોને આ વર્ષે મોટી ખોટ આવશે. બહારના લોકોને કેરી નહી આપી શકીએ સાથે જ અહીં સ્થાનીક વિસ્તારમા કેરી નહી મળે તેવી શક્યતાં છે. અમારે ૫૦ ટકા જેટલા આંબા છે. જેમા કેરીનું ઉત્પાદન દેખાય છે, જોકે, દર વર્ષે હોય તે પ્રમાણે કેરીનું ઉત્પાદન નથી કારણ કે, આંબા ખૂબ પડી ગયા હતા. જેના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું છે. જેથી ભાવ ખુબ વધશે, ત્યારે કેરી ખાનારા લોકો આ વર્ષે અકળાય ઉઠે તેવી હાલત છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news