મેક્સિકોના અખાત પાસે ૧૨ હજાર વર્ષ જૂનું શહેર મળ્યાનો દાવો

એક નિવૃત્ત આર્કિટેક્ટે પાણીની નીચે ૧૨,૦૦૦ વર્ષ જૂનું શહેર શોધવાનો દાવો કર્યો છે. આ વ્યક્તિનું નામ ક્રેકપોટ જ્યોર્જ ગેલે છે. જે પોતાને કલાપ્રેમી પુરાતત્વવિદ્‌ કહે છે. તેઓએ દાવો કર્યો છે કે, મેક્સિકોના અખાતમાં આવેલા ચંદલુર ટાપુઓ પર પાણીની નીચે રહસ્યમય પ્રાચીન શહેરમાં બનેલી ઈમારતો (પથ્થરો)ના અવશેષો મળ્યા છે.

જો કે નિષ્ણાંતોને તેમના દાવા પર બહુ વિશ્વાસ નથી. પરંતુ તેની શોધ ચોક્કસપણે ચર્ચાનો વિષય બની છે. જ્યોર્જે જણાવ્યું કે, જે સ્થળે તેને ૧૨,૦૦૦ વર્ષ જૂના શહેરના અવશેષો મળ્યા, તેણે કહેવા પ્રમાણે તે સ્થળની ૪૪ વાર મુલાકાત લીધી હતી. તેણે ઉઉન્-્‌ફને કહ્યું, ‘સેંકડો ઈમારતો છે. જે રેતી અને કાંપથી ઢંકાયેલી છે. તે ગીઝાના મહાન પિરામિડની સાથે સંબંધ ધરાવે છે. તેમના મતે કોઈએ મિસિસિપી નદીની નીચે એક અબજ પથ્થરો ઉમેર્યા. જે પાછળથી ન્યૂ ઓર્લિયન્સ બન્યા.’ જ્યોર્જ લગભગ ૫૦ વર્ષથી ‘મોટી ઈમારતોના અવશેષો’ અને ‘વિશાળ પિરામિડ’નો અભ્યાસ કરી રહ્યા છે.

તાજેતરમાં જ્યારે તે બોટ દ્વારા દરિયામાં ગયો, ત્યારે તેને ૧૨,૦૦૦ વર્ષ જૂનું ગ્રેનાઈટ શહેર મળ્યું! જો કે, તેણે જે વિસ્તારને મળવાનો દાવો કર્યો હતો. તે વિસ્તાર ભૂતકાળમાં પણ સ્થાનિક ચર્ચામાં રહ્યો છે. કારણ કે સ્થાનિક માછીમારો અનેક વખત વિચિત્ર પથ્થરોથી જાળમાં ફસાયા હોવાનો દાવો કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે, છેવટ, પાણીની નીચે જાડા અને નક્કર ગ્રેનાઈટનું વિચિત્ર માળખું કોણ બનાવી શકે?

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news