સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન
બાકરોલ સોસાયટી વિકાસ સંગઠન હેઠળ કુલ ૨૧ સોસાયટી આવેલી છે, જે બાકરોલ વિસ્તાર વોર્ડ નંબર એકમાં આવે છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જવાની વર્ષો જૂની સમસ્યા છે, જે ખૂબ જ ગંભીર છે. સામાન્ય વરસાદમાં પણ મકાનમાં બે – ત્રણ ફૂટ પાણી ભરાઇ જાય છે. આથી બાકરોલ સોસાયટી વિકાસ સંગઠન દ્વારા વિદ્યાનગર – બાકરોલ વિસ્તારમાં ૧૬૭, ૧૭૫ તથા ૧૭૬માંથી ડીપી અને ટીપી મંજુર થયેલા રોડની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બાકરોલની કુલ ૨૧ સોસાયટીનો વોર્ડ -૧માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની પણ ખુબ જ ગંભીર સમસ્યા છે. જેને કારણે આજુબાજુ વિસ્તારના રહીશોના મકાનમાં બે – ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે અને જાન – માલ તથા મિલકતનું ખુબ જ નુકશાન થાય છે . આ વિસ્તારમાં મધ્યમવર્ગીય પરિવાર રહે છે . જેઓને દર વર્ષે પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવના લીધે લાખો રૂપિયાનું નુકશાન વેઠવું પડે છે. સાથે સાથે સગર્ભા સ્ત્રી કે વૃદ્ધ વ્યક્તિ, બાળકો ભારે પરેશાની ભોગવવી પડે છે.
આ અભિયાનમાં બાકરોલ વિકાસ કમિટીના પીનાક પટેલ, કાઉન્સિલર હેતલબેન દરજી, કિરણભાઈ પરમાર મનીષભાઈ જૈન પ્રકાશ સોની, વિરેશભાઈ શાહ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાકરોલને અડીને જ આવેલી વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારના રોડ રસ્તા ઊંચા કરવામાં આવ્યા છે અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આથી વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાય છે. દર વર્ષે પરીસ્થિત વધુ અને વધુ ગંભીર થતી જાય છે.
બાકરોલમાં વરસાદી પાણી ભરાવાના હલ માટે સર્વે નંબર ૧૬૭, ૧૭૫ તથા ૧૭૬માંથી ડીપી અને ટીપી મંજૂરી ઘણા સમય પહેલા મેળવી હતી અને રોડ તથા તેની બાજુમાં સ્ટ્રોમવોટરની સુવિધા બનાવવાની મંજૂરી મેળવી હતી. પરંતુ આ કામગીરી ચાલુ કરવામાં આવી નથી. તંત્ર દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવ્યા નથી. અહીં રોડ બનાવવાની કામગીરીની ફાઈલમાં જ રહી ગયું હોય તેવું લાગે છે, જે આજદિન સુધી અમલીકરણ કરવામાં આવ્યું નથી.આણંદ પાલિકામાં સમાવિષ્ટ બાકરોલ ગામમાં છેલ્લા કેટલાક વરસથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે.
આ અંગે ૨૧ સોસાયટીના રહિશોએ બાકરોલ સોસાયટી વિકાસ સંગઠનના નેજા હેઠળ કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક આયોજન હાથ ધરી આગામી ચોમાસા પહેલા તેને પૂર્ણ કરવા માગણી કરી છે. વિદ્યાનગર પાલિકા દ્વારા આડેધડ રસ્તા ઊંચા બનાવવામાં આવ્યાં છે અને તેનો ઢાળ બાકરોલ તરફ આપવામાં આવ્યો છે. જેના કારણે થોડા ઘણા વરસાદમાં પણ ૨૧ સોસાયટીમાં પાણી ભરાઇ જાય છે.