કચરામાંથી દરરોજનું ૭૦૦ લિટર પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન શરૂ થયું

અદ્ભુત સંશોધન આફ્રિકન દેશ ઝામ્બિયાએ કર્યું છે. જૂના ટાયર અને પ્લાસ્ટિકના ડબ્બામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. ઝામ્બિયાની સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન દરરોજ ૧.૫ ટન કચરામાંથી ૬૦૦-૭૦૦ લિટર ડીઝલ અને પેટ્રોલનું ઉત્પાદન શરૂ કર્યું છે. કંપનીનો હેતુ દેશમાં પેટ્રોલ અને ડીઝલની આયાત ઘટાડવાનો છે. ઝામ્બિયામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કચરામાંથી પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ પહેલથી પેટ્રોલ અને ડીઝલની આયાતમાં ઘટાડો થશે અને દેશમાં પ્લાસ્ટિક અને રબરનો કચરો ઘટશે.

રબરના ટાયર અને પ્લાસ્ટિકના કન્ટેનરને કાપીને મોટા ભઠ્ઠામાં નાખવામાં આવે છે. ઊંચા તાપમાને તેને રિએક્ટરમાં બાળવામાં આવે છે અને કેટલાક ઉત્પ્રેરકનું મિશ્રણ કરીને પેટ્રોલિયમ બળતણ તૈયાર કરવામાં આવે છે.

ઝામ્બિયન કંપની સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ મુલેન્ગા કહે છે કે જો આપણે આપણી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીશું તો આપણે દેશની ૩૦ ટકા જેટલી ઈંધણ જરૂરિયાતો પૂરી કરી શકીશું. રોઈટર્સના અહેવાલ મુજબ પોર્ન બે કરોડ વસ્તી ધરાવતો દેશ ઈંધણની આયાત પાછળ દર વર્ષે ૧.૪ અબજ ડોલરનો ખર્ચ કરે છે. ઝામ્બિયા દરરોજ ૧૪ કરોડ લીટર તેલનો વપરાશ કરે છે. વિશ્વના ઘણા દેશોમાં વધતો કચરો પર્યાવરણ માટે ઘણી રીતે જોખમી છે. વિશ્વભરમાં અંદાજિત ૮.૩ અબજ ટન પ્લાસ્ટિક છે. જો આ રીતે પેટ્રોલ અને ડીઝલ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો દુનિયામાંથી કચરો દૂર થઈ જશે. સાથે જ ઈંધણ મેળવવાનો માર્ગ પણ સાફ થઈ જશે.

જો આ પ્રયોગ સફળ થશે તો ભારત જેવા દેશમાં જ્યાં પ્લાસ્ટિકના કચરાનો ઢગલો છે ત્યાં પેટ્રોલ અને ડીઝલ સરળતાથી તૈયાર કરી શકાશે.રશિયા – યુક્રેન યુદ્ધના અહેવાલો વચ્ચે પેટ્રોલ – ડીઝલ સહિતના ઈંધણોના ભાવ આસમાને પહોંચવાનો ભય છે. ક્રૂડ ૧૦૦ ડોલરને પાર પહોંચી ગયું છે ત્યારે આ આશંકા સાચી પણ સાબિત થાય તો નવાઈ નહિ.

જોકે આ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. અત્યાર સુધીમાં તમે સાંભળ્યું હશે કે પેટ્રોલ-ડીઝલ ક્રૂડ ઓઇલમાંથી બને છે. પરંતુ હવે એક નવી શોધ બાદ કચરામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રયોગથી એક-બે લિટર નહીં પરંતુ દરરોજ ૬૦૦થી ૭૦૦ લિટર પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન થઈ રહ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news