વાવાઝોડામાં બચી ગયેલા આંબા પર નાની કેરીઓ આવતા ખુશી
તૌકતે વાવાઝોડાના કહેરમાં ગીર સોમનાથ જિલ્લાીના ઉના, ગીરગઢડા, કોડીનાર અને તાલાલા ગીર પંથકમાં આવેલા સેંકડો કેસર કેરીના આંબાના બગીચાઓમાં ભારે નુકસાન પહોંચ્યુદ હતું. ત્યાવરબાદના સમયગાળામાં આ ચારેય પંથકમાં કલાઇમેન્ટપ ચેન્જડના કારણે બદલાતા વાતાવરણો પણ નુકસાન પહોંચાડશે તેવી આશંકા કેરી પકવતા ખેડૂતો વ્યાક્ત કરી રહ્યા હતા. ત્યાવરબાદ હાલના દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના આ ચારેય પંથકના કેસર કેરીના આંબાનાં કેટલાય બગીચાઓમાં ખાખડી (નાની કેરી) આવી ચુકી છે. તો હજુ કેટલાક બગીચાઓમાં ફ્લાવરિંગની પ્રક્રીયા શરૂ છે. તો કેટલાક બગીચાઓમાં એક જ આંબા પર ખાખડી પણ આવી છે અને ફ્લાવરિંગ પણ થઈ રહ્યું છે.
આમ, ગ્લોબલ વોર્મિંગને કારણે આંબાના બગીચાઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ બની રહ્યાનું સામે આવ્યુટ છે. તો એકંદરે કેસરનો પાક લેતા ખેડૂતો અને ઈજારદાર આશ્ચર્યચકિત હોવાની સાથે થોડા ખુશ પણ જોવા મળી રહ્યા છે. હાલના દિવસોમાં ગીર પંથકમાં આવેલા કેટલાક ગરમ વિસ્તારોમાં ખાખડી પણ આવી રહી છે. તો કેટલાય ઠંડા વિસ્તારમાં હજુ આંબા પર ફ્લાવરિંગ આવી રહ્યું છે. આવી અચરજ ભરી ઘટના ગ્લોબલ વોર્મિંગના કારણે બની રહી હોવાનું કેરી પકવતા ખેડૂતો જણાવી રહ્યા છે. કેરીના એક જ બગીચામાં રહેલા એક આંબા પર એક તરફ ખાખડી ઝુલી રહી છે, તો બીજી તરફ હજુ ફ્લાવરિંગની પ્રક્રીયા ચાલુ જોવા મળી છે. આંબામાં આગતર-પાછતર ફ્લાવરિંગને કારણે આવું થઈ રહ્યું હોવાનંમ ગીરનાં ખેડૂત હરિસિંહ રાઠોડે જણાવ્યું છે.
”કોઈપણ પ્રકારની ખેતીમાં ૨૫ ટકા ખેડૂતની મહેનત અને ૭૫ ટકા કુદરતની કૃપા જરૂરી છે. તમે ગમે તેટલી મહેનત કરો જો કુદરત રૂઠે ત્યાં કોઈ આડા હાથ દઈ શકતું નથી.” ગીરગઢડા અને ઉના તાલુકા કરતા કોડીનાર અને તાલાળા વિસ્તારમાં તૌકતે વાવાઝોડા બાદ સ્થિતિ ઘણી સારી છે. તૌકતે વાવાઝોડાએ ઉના અને ગીરગઢડા પંથકના વિસ્તાતરોમાં તો આંબાઓને મુળ સમેત ઉખાડીને ફેંકી દીધા હતા. જેની સામે તાલાલા અને કોડીનાર પંથકના વિસ્તારમાં આંબાઓ મોટી નુકસાનીથી બચી ગયા હતા. આવા આંબાઓની માવજત કરવાથી હાલ તેમાં ફ્લાવરિંગ પણ આવી રહ્યું છે. તો કેટલાક બગીચાઓમાં ખાખડી પણ આવી ચુકી છે.
હવે કુદરત મહેરબાન થાય અને વાતાવરણની વિષમતા ન આવે તો એપ્રિલમાં કેસર કેરીના રસિકોને કેરી ખાવા મળી રહેશે. તો ગીર પંથકનાં આંબાનાં કેટલાક બગીચાઓમાં ખાખડી બાઝી ગઈ છે. ત્યારે ખેડૂતો અને ઈજારદારમાં ખુશી જોવા મળે છે. પણ સાથે ભય પણ છે જે અંગે ખેડૂત દિલીપભાઇ બારડે જણાવ્યું હતું કે, “જો વાતાવરણ બદલાય અને કમૌસમી વરસાદ થાય અને વધુ પડતી ઝાંકળ પડે તો હાથમાં આવેલો કોળીયો ઝુંટવાઈ જશે અને આંબે આવેલી ખાખડી પણ ખરી પડશે. આંબામાં આગતર-પાછતર ફલાવરિંગના કારણે કેસર રસીયાઓને કેરીનો સ્વાદ ચાખવા જરૂર મળશે પણ ઉંચી કિંમત ચુકવીને!! વાતાવરણ જો સ્થિર રહેશે તો આગામી એપ્રિલની શરૂઆતમાં કેસર કેરી બજારમાં આવતી થશે. પરંતુ જો ઝાંકળ વધી તો ખાખડી ખરી જવાની પુરેપુરી સંભાવના છે. આમ પણ આ વર્ષે કેસર કેરીનું ઓછું ઉત્પાદન થશે તેવું કેરી પકવતા ખેડૂતો અને ઈજારદારો આંશકા વ્યઆકત કરી રહ્યા છે. કેસર કેરીના રસીકોને ગીરની પ્રખ્યાઆત કેરી ખાવા તો મળશે પરંતુ તેની કિંમત વધુ ચુકવવી પડશે તે નક્કી છે. તો સાથે ખેડૂતો વાતાવરણ વિષમ ન થાય તેને લઈને પણ સતત ચિંતિત છે.