બાબા હરદેવસિંહજીની જન્મજયંતિ પર વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન કરાયું
નિરંકારી બાબા હરદેવ સિંહ જી ના સાન્નિધ્યમાં સંત નિરંકારી મિશનએ આધ્યાત્મિકતા દ્વારા વિશ્વને પ્રેમ, દયા, કરુણા, એકત્વ જેવા ભાવથી જોડીને, “દીવાર રહિત સંસાર”ની પરિકલ્પનાને સાકાર કરી. તેમણે ભક્તોને આધ્યાત્મિકતાની સાથે સાથે માનવતા તેમજ પ્રકૃતિની સેવા કરતા પોતાના કર્તવ્યોને નિભાવવાની પ્રેરણા આપી. વર્તમાનમાં આ જ શ્રુંખલાને સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અવિરત આગળ વધારી રહ્યા છે. નિરંકારી બાબા હરદેવ સિંહજી કથન ‘પ્રદૂષણ અંદર હોય કે બહાર, બંને હાનિકારક છે’ આ પ્રેરણા ને લઈ સંત નિરંકારી મિશન છેલ્લા ૧૫ વર્ષથી સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યું છે.
આ વર્ષે જ્યારે કોરોનાના વિષમ પરિસ્થિતિમાં ભારતની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત હતી, ત્યારે નિરંકારી મિશન દ્વારા ‘વનનેસ વન પરિયોજના’ હેઠળ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારતમાં લગભગ ૩૫૦ સ્થળોએ દોઢ લાખ રોપાઓ વાવવામાં આવ્યા હતા. તથા તેની સાથે સંભાળ રાખવાની પ્રતિજ્ઞા લઈને તેને ૩ વર્ષ સુધી દત્તક લઈ તેનું પાલન-પોષણ પણ કરવામાં આવે છે. આ મહાઅભિયાનને આગળ વધારતા નિરંકારી મિશનના સેવાદળો દ્વારા બુધવારે દેશભરમાં પચાસ હજાર વધુ નવા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું જેથી પ્રદૂષણનું સ્તર ઘટાડી શકાય અને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનનું સર્જન વધુને વધુ કરી શકાય કારણ કે મનુષ્યનું જીવન જે પ્રાણવાયુ પર આધારિત છે,આપણે આ વૃક્ષોના માધ્યમ દ્વારા જ પ્રાપ્ત થાય છે.
ઉલ્લેખનીય છે કે સંત નિરંકારી મિશન કાયમ જ માનવ કલ્યાણની માટે આગળ રહે છે જેમાં મુખ્ય સ્વાસ્થ્ય, શિક્ષા તેમજ સશકિતકરણના માટે સેવાઓ કરવા આવી છે અને આ દરેક સેવાઓ નિરંતર ચાલુ છે.સંત નિરંકારી મિશન દ્વારા બાબા હરદેવસિંહજીની જન્મ જયંતી પર તેમની માનવ કલ્યાણકારી સ્મૃતિઓને તાજા કરતા સંત નિરંકારી મિશન દ્વારા સ્વછતા અભિયાન,વૃક્ષારોપણ તેમજ દેશના અમૂક ભાગોમાં નિશુલ્ક નેત્ર ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.