અંકલેશ્વરની રુદ્રાપ્રિયા હોમ્સમાં વીજ મીટરમાં આગ લાગતા ફફડાટ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી રુદ્રાપ્રિયા હોમ્સ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત વીજ મીટરમાં શોર્ટ સર્કિટને પગલે આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આગને પગલે રહીશોએ ફાયર વિભાગમાં જાણ કરી હતી. જેથી ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
આ ઘટના અંગે વીજ કંપનીના અધિકારીઓને જાણ કરતાં તેઓએ પાવર બંધ કર્યા બાદ ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો.
જોકે, વીજ મીટરની સમગ્ર પેનલ બળીને ખાખ થઈ ગઈ હતી અને આવતા બે દિવસ સુધી વીજ મીટરની સમારકામની કામગીરીને પગલે સ્થાનિકોએ અંધારમાં રાત વિતાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી રુદ્રાપ્રિયા હોમ્સ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના વીજ મીટરમાં આગ લાગી હતી. જેને લઈ દોડધામ મચી હતી. શોર્ટ સર્કિટથી વીજ મીટરમાં આગ લાગી હતી જેને લઈ સ્થાનિકોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. જોકે, આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.