ગુજરાતમાં ફરીવાર ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૨ દિવસથી પશ્ચિમ દિશાના ભેજવાળા પવન ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા ઉપર રહેતાં ધુમ્મસ છવાયું હતું. વાતાવરણમાં આવેલા પલટાના કારણે ૫૭ દિવસ બાદ દિવસનું તાપમાન ૩૦ અને રાત્રીનું તાપમાન ૧૫ ડિગ્રી પાર પહોંચ્યું હતું. પલટાયેલા વાતાવરણના કારણે માત્ર ૨૪ કલાકમાં રાત્રીનું તાપમાન ૪ ડિગ્રી સુધી ઉંચકાતાં મુખ્ય ૫ શહેરોમાં ઠંડીનો પારો ૧૪.૧ થી ૧૫.૬ ડિગ્રી નોંધાયો હતો. જેના કારણે કાતિલ ઠંડીથી આખરે રાહત મળી હતી.ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ૪૮ કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે.આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને બે દિવસ સુધી તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. ૩ ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે. બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે.

ગુજરાતમાં થોડા થોડા દિવસે તાપમાન વધતુ અને ઘટતુ જઇ રહ્યુ છે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. ત્યાર બાદ કમોસમી વરસાદ પણ ઘણી વાર પડી ગયો છે. હવે ફરીથી રાજ્યમાં ઠંડીની આગાહી આપવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે. ૩ દિવસ તાપમાનનો પારો ચઢ્યા બાદ આ તારીખથી પારો નીચે આવશે. દરમિયાન આ પાંચ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની ઠંડી, કોલ્ડ વેવ કે અન્ય પ્રકારની ચેતવણી ઉચ્ચારવામાં આવી નથી. જમ્મુકાશ્મીરમાં હિમવર્ષા બંધ થતાં પર્યટક સ્થળ માઉન્ટઆબુમાં ઠંડી ઘટવા પામી છે જોકે આ વર્ષે માઉન્ટમાં લઘુતમ તાપમાન માઇનસ ૪ ડિગ્રી સુધી ગગડયુ હતું અને લોકોને ઠંડીના ચમકારનો અહેસાસ થયો હતો જેમાં માઉન્ટઆબુમાં લઘુતમ તાપમાન ૪ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૧૫ ડીગ્રી નોંધાયું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news