કેનેડામાં ભારે હિમવર્ષાને લીધે ઠંડીમાં ૪ લોકોના મોત
મેનિટોબા પ્રાંતથી લગભગ ૧૦ કિલોમીટર દૂર અમેરિકાની સરહદથી લગભગ ૧૨ મીટર દૂર બે પુખ્ત વયના લોકો અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યા હતા, જયારે ચોથા વ્યક્તિની લાશ પાછળથી મળી આવી હતી. ચોથા વ્યક્તિનો મૃતદેહ જે કિશોરવયનો યુવક જણાતો હતો તે પછીથી મળી આવ્યો હતો. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તપાસના આ ખૂબ જ પ્રારંભિક તબક્કે, એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.
મૃતદેહ મળ્યા પહેલા એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડી વાર પહેલા જ બોર્ડર ઓળંગી ગયા હતા અને તેમની પાસે બાળકની વસ્તુઓ હતી પરંતુ કોઈ બાળક ન હતું. જેના કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. ચાર કલાકની શોધખોળ બાદ પહેલા મૃતદેહો મળી આવ્યા હતા. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ગુરુવારે જણાવ્યું હતું કે તેમણે આ જ માર્ગ દ્વારા માનવ તસ્કરીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે ૪૭ વર્ષીય ફ્લોરિડાનો વ્યક્તિ સરહદની દક્ષિણમાં એક માઇલ કરતા પણ ઓછા અંતરે વાન ચલાવતો જોવા મળ્યો હતો. તેની સાથે દસ્તાવેજો વિનાના બે ભારતીય નાગરિકો પણ હતા. મૃતકોની રાષ્ટ્રીયતા જણાવવામાં આવી ન હતી, જોકે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે તેઓ ધરપકડ કરવામાં આવેલા ગ્રુપના જ છુટા પડી ગયેલા સભ્યો હોવા જોઈએ. મેનિટોબાના આસિસ્ટન્ટ કમિશનર જેન મેકલેચીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તે આ લોકોને ‘પીડિત’ માને છે. તેમણે કહ્યું, ‘અમે ખૂબ જ ચિંતિત છીએ કે આ બોર્ડર પાર કરવાના પ્રયાસને કોઈ રીતે સુવિધા આપવામાં આવી હોઈ શકે છે અને જ્યારે હવામાન માઈનસ ૩૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું, ત્યારે એક બાળક સહિત આ વ્યક્તિઓ ભારે હિમવર્ષા વચ્ચે એમના જ હાલ પર છોડી દેવામાં આવ્યા હતા.’ તેમણે વધુમાં જણાવતા કહ્યું કે આ પીડિતોને માત્ર ઠંડા હવામાનનો જ નહીં, પણ લાંબા મેદાનો, ભારે હિમવર્ષા અને સંપૂર્ણ અંધકારનો પણ સામનો કરવો પડે છે.’ પોલીસે વિસ્તારની શોધ કરવા માટે સ્નોમોબાઈલ અને અન્ય ઓલ-ટેરેન વાહનોનો ઉપયોગ કર્યો હતો. ઇમર્સન એ માર્ગ પર છે જેનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે બોર્ડર પાર કરવા માટે કરે છે. એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે કારણ કે રોગચાળાને કારણે સરહદ બંધ કરવામાં આવી છે.કેનેડામાં ભારે હિમવર્ષાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે, કેનેડિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને હિમપ્રપાતમાં થીજી ગયેલા ચાર મૃતદેહો મળ્યા છે.
આ મૃતદેહો યુએસ બોર્ડરથી થોડાક મીટર દૂર મળી આવ્યા હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસની શરૂઆતમાં એવું લાગે છે કે ઠંડીને કારણે તમામના મોત થયા છે. જ્યારે આ મૃતદેહો મળ્યા ત્યારે તાપમાન શૂન્યથી માઈનસ ૩૫ ડિગ્રી સેલ્સિયસ (માઈનસ ૩૧ ડિગ્રી ફેરનહીટ) હતું. કેનેડિયન અધિકારીઓને માઈગ્રંટ દ્વારા વાપરવામાં આવતા માર્ગ પર અમેરિકાની સરહદથી થોડા જ મીટર દૂર બરફના તોફાનમાં દેખીતી રીતે મૃત્યુ પામેલા એક બાળક સહિત ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.