ઓલપાડના ઔદ્યોગિક એકમો ગંદા પાણી છોડવા છતાં તંત્ર કોઈ પગલાં ન લેતા ફરિયાદ

ઓલપાડ તાલુકામાં,બરબોધન, ઓલપાડ, સાયણ અને કીમ એમ ત્રણેય મુખ્ય ટાઉનોમાં તેમજ દેલાડ, ઉમરા, માસમા સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં આવેલા છે. આ ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે ત્રણ ખાડીઓ આવેલી છે. સેના ખાડી, તેના ખાડી અને ઘોડા ખાડી. આ ખાડીઓમાં ઔદ્યોગિક એકમો દ્વારા સતત ગંદકી અને પ્રદુષણ છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને, આવા એકમો દ્વારા છોડવામાં આવતા પાણીને લઇ પર્યાવરણ ને નુકશાન થઇ રહ્યું છે.

આ ઔદ્યોગિક એકમો દ્વારા હવામાં પણ મોટા પ્રમાણમાં છોડવામાં પ્રદુષિત હવા છોડવામાં આવે છે જેની વ્યાપક અસર આજુબાજુના ગામડાઓમાં જોવા મળતી હોય છે. ઔદ્યોગિક એકમોને સરકારે જે મંજૂરી આપી હોય છે, તે મુજબ પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય છે તેમજ કોઈ પણ પ્રકારનું પ્રદુષણ છોડવાનું હોતું નથી,પરંતુ ઔદ્યોગિક એકમો દ્વાર નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવા છતાં માનવ જાત માટે જીવતા બોમ્બ સાબિત થઇ રહેલા આવા ભયાનક એકમો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તાલુકામાં આવેલ જળાશયો અને ખાડીઓની આજુબાજુ ખેડૂતો દ્વાર ખેતી કરવામાં આવે છે.ખેડૂતો દ્વારા ખેતીમાં સિંચાઈ માટે જળાસયો અને ખાડીઓમાંથી પાણી લેતો હોય છે.ખેડૂતો દ્વારા આવા પ્રદુષિત પાણીનો સિંચાઈમાં ઉપયોગમાં લેવાના કારણે ખેતી ને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઇ રહ્યું છે.

ખેડૂતો જયારે આ બાબતે રજૂઆતો કરે છે. ત્યારે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માત્ર ખાત્રી આપવામાં આવે છે. પરંતુ આ ખાત્રી માત્ર ઠાલા વચનો પુરવાર થાય છે.સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાના ગામોમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયામાં અનેક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.આ ઔદ્યોગિક એકમોને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે શરતો મુજબ મંજૂરી આપવામાં આવે છે,તે મંજૂરીની શરતોનું પાલન ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવતું નથી.ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણો દૂર કરવા માટે વિવિધ સંસ્થાઓ,પર્યાવરણ વિદો, દ્ગય્ર્ં અને ખેડૂત આગેવાનો દ્વારા અવારનવાર આગળ આવી રજૂઆત કરતા આવી છે. પરંતુ વહીવટીતંત્રના મેળાપીપણામાં આવું પ્રદૂષણ ફેલાતું જ રહે છે, જેની સીધી અસર પર્યાવરણ અને સમગ્ર જીવસૃષ્ટિ ઉપર પડતી હોય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news