૨૦૨૧માં ૬ જેટલાં વાવાઝોડાએ દેશમાં ત્રાટક્યા હતા
૨૦૨૧ વર્ષમાં અરબી સમુદ્ર ઉપર સર્જાયેલું આ પ્રથમ વાવાઝોડું હતું. તે અતિભયાનક કેટેગરીમાં મુકાયા પછી ૧૭ મે ૨૦૨૧ના રોજ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર ત્રાટક્યું અને ૨૪ નાગરિકોનો ભોગ લઈ ગયું. પછીથી સૌરાષ્ટ્ર થઈ રાજસ્થાન પર જઈ વિલીન થયું હતું. બંગાળના અખાતમાં સર્જાયેલું યાસ વાવાઝોડું ૨૬ મેના દિવસે ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ ઉપરાંત આંદામાન-નિકોબાર ટાપુઓને ઘમરોળી ગયું હતું.
અરબી સમુદ્રમાં સર્જાયેલું આ બીજું વાવાઝોડું બીજી જૂનના દિવસે મુંબઈના અલીબાગ ઉપર ત્રાટક્યું. તે છ કલાકમાં નબળું પડી ગયું હતું. બંગાળના અખાતમાં ચોમાસા પહેલાં સર્જાયેલું અમ્ફાન વાવાઝોડું સદીનું પહેલું સુપર વાવાઝોડું હતું. તે ૧૬ મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળ ઉપર ત્રાટક્યું હતું.દર વર્ષે ચોમાસાની ઋતુ ચાલુ થાય કે તરત અરબી સમુદ્ર અને બંગાળના અખાતમાં સર્જાતા હળવા દબાણના ચક્રવાતથી વાવાઝોડાં સર્જાઈને ભારતના કિનારા વિસ્તારોમાં વિનાશ વેરે છે.
આ વર્ષે છ વાવાઝોડાં દેશને ચકરાવે ચઢાવી ગયાં. બંગાળના અખાતમાં સર્જાયેલા હવાના ખૂબ હળવા દબાણના પરિણામે ૪ ડિસેમ્બરે ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારા વિસ્તારોમાં જવાદ વાવાઝોડું ત્રાટક્યું. ૨૫ સપ્ટેમ્બરે ગુલાબ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપર ત્રાટક્યું. હવામાન વિભાગે તેની આગોતરી આગાહી કરી હોવાથી ભયાનક વિનાશ ટાળી શકાયો.