પાટણ શહેરમાં ૯૩ લાખના ખર્ચે પાણીની પાઈપલાઈનના કામનું ખાતમૂર્હૂત કરાયું
પાટણ શહેરમાં નગરપાલિકા વોટરવર્ક્સ શાખા દ્વારા ૩ કરોડ ૭૯ લાખના વિકાસના કામોમાંથી ૯૩ લાખના ખર્ચે શહેરના ૪૯ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વોડ નંબર ૨માં આવેલા ગોળશેરીથી વખારના પાડા સુધીનું કામના ખાત મહુર્ત ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, વોટરવર્ક્સ શાખા શાખાના ચેરમેન દીક્ષિત પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ તથા નગરપાલિકાના બધા કોર્પોરેટર અને વોટર વર્કસ શાખાના અધિકારી જે.વી. પટેલ ભરતભાઈ મોદી અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.