ભારતમાં હવા પ્રદૂષણથી થતો મૃત્યુઆંકમાં વધારો
દેશના શહેરોમાં વિવિધ કારણોસર થતા મૃત્યુના દરમાં શહેરદીઠ તફાવત જોવા મળતો હોવા છતાં PM૨.૫ એર પોલ્યુશનને કારણે થતા રોગને કારણે હૃદયરોગથી મૃત્યુ પામનારની સંખ્યા સૌથી વધુ હોવાનું જોવા મળ્યું છે. જેમાં હાર્ટ એટેક અને ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) અને લોઅર રીસ્પાયરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શનનો સમાવેશ થાય છે.
PM૨.૫ને કારણે પ્રીમેચ્યોર મૃત્યુમાં ફેફસાં – LUNG કેન્સરનું પ્રમાણ સૌથી ઓછું છે. દેશના ૧૨૨ શહેરોમાં PM૨.૫ એર પોલ્યુશનના સ્ટાન્ડર્ડ માપદંડોનું પાલન થતું નથી આ અભ્યાસ કરીને રીપોર્ટ સુપરત કરનાર નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના નીતિ વિષયક પગલાંને પરિણામે પર્યાવરણમાં સુધારો અને પ્રીમેચ્યોર મૃત્યુદરમાં ઘટાડો થવાની ધારણા છે અને ૨૦૨૪ના અંતે PM૨.૫ એર પોલ્યુશનનું પ્રમાણ ૩૦ ટકા ઘટાડવાનો લક્ષ્યાંક હાંસલ કરવાની આશા વ્યક્ત કરાઈ છે.ગંગા નદીના તટપ્રદેશમાં એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ નહીં ધરાવતા ભારતના ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં PM૨.૫ એર પોલ્યુશનને કારણે થતા રોગને કારણે પ્રીમેચ્યોર મૃત્યુદરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે.
આ પ્રકારે PM૨.૫ એર પોલ્યુશનને કારણે થતા રોગને કારણે મૃત્યુદરને કારણે થતા આર્થિક નુકસાન ધરાવતા શહેરોની શ્રોણીમાં અમદાવાદ ચોથા ક્રમે આવે છે. અમદાવાદમાં આ પ્રકારે થતા મૃત્યુનું પ્રમાણ ૬,૩૧૩ છે. જોકે, PM૨.૫ એર પોલ્યુશનને કારણે રોગ થવાથી પ્રીમેચ્યોર મૃત્યુદરની શ્રોણીમાં દિલ્હી ટોચના ક્રમે રહ્યું છે અને બીજા ક્રમે મુંબઈ એ ત્રીજા ક્રમે હૈદ્રાબાદ, ચોથા ક્રમે અમદાવાદ, પાંચમા ક્રમે બેંગ્લોર, છઠ્ઠા ક્રમે કોલકાતા, સાતમા ક્રમે ચંડીગઢ, આઠમા ક્રમે જયપુર, નવમા ક્રમે પુણે અને દસમા ક્રમે નાગપુર આવે છે. અભ્યાસ આધારિત રીપોર્ટમાં પ્રીમેચ્યોર મૃત્યુદરની વિગતો દર્શાવવામાં આવી છે. એર ક્વોલિટી સ્ટાન્ડર્ડના નિર્ધારીત ધોરણોનું સતત પાલન નહીં કરી શકનાર શહેરો અથવા ૩૧ Non- attainment cities (NACs)માં PM૨.૫ને કારણે પ્રીમેચ્યોર મૃત્યુદરને કારણે પડતા આર્થિક બોજની વિગતો દર્શાવવામાં આવી છે. આ પ્રકારે થતા આર્થિક નુકસાનની ગણતરી કરાઈ હતી અને ૨૦૧૭માં આ પ્રકારે ૯૦ અબજ ડોલરથી વધુ રકમનું નુકસાન થયું હતું અને તેનું PM૨.૫ પોલ્યુશનને કારણે થયેલ નુકસાનનું પ્રમાણ ભારતના કુલ સ્વદેશી ઉત્પાદન ના ૩.૪ ટકા છે. દિલ્હી, લખનૌ, પટણા અને કોલકાતા જેવા ગંગા નદીના તટપ્રદેશના શહેરોમાં PM૨.૫ એર પોલ્યુશનને કારણે પ્રીમેચ્યોર મૃત્યુદરને કારણે થયેલા કુલ આર્થિક નુકસાનમાં ૪૩ ટકા હિસ્સો ધરાવે છે.
PM૨.૫ પોલ્યુશનનું વધુ પ્રમાણ ધરાવતા દહેરાદૂન, ગાઝીયાબાદ, દિલ્હી, લખનૌ, કાનપુર અને પટણા જેવા શહેરોમાં નિર્ધારીત સરેરાશ વાર્ષિક એર પોલ્યુશનના પ્રમાણની તુલનાએ કેટલીવાર એર પોલ્યુશનનું પ્રમાણ વધી ગયેલ હોવાનું જોવા મળ્યું છે. હવામાનની પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ, હવામાનમાં થતા ફેરફારને કારણે સર્જાતી પરિસ્થિતિ, પાડોશી રાજ્યો અને ભારત બહારના પ્રદૂષણ, તેમજ સ્વદેશી પ્રદૂષણને કારણે PM૨.૫ શહેરના એર પોલ્યુશનમાં નોંધપાત્ર અસરો જોવા મળે છે.