વડોદરામાં અલકાપુરી અને સયાજીગંજમાં બે બિલ્ડિંગને સીલ કરાયું

વડોદરા શહેરમાં ફાયર સેફ્ટી બાબતે બેદરકારી દાખવનાર કોમર્શિયલ ઇમારતોને સીલ મારવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો હતો. તાજેતરમાં સયાજીગંજ સ્થિત પ્રોફિટ સેન્ટર, ગાંધીનગર ગૃહ ખાતેનું સિટાડેલ કોમ્પલેક્ષ અને દાંડિયા બજારનું નવરંગ કોમ્પલેક્ષ મળી ત્રણેવ કોમ્પ્લેક્સ આખેઆખા સીલ મારી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વીજ પ્રવાહ તથા પાણીના કનેક્શનનો બંધ કરી દેવામાં આવ્યા હતા.

વડોદરા ફાયર વિભાગે બેદરકારી દાખવનાર ઇમારતો સામે સપાટો બોલાવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આજે ફરી વધુ બે કોમર્શિયલ ઇમારત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અલકાપુરી વિસ્તારની નેશનલ પ્લાઝા અને સયાજીગંજ વિસ્તારની સિલ્વર લાઇન બિલ્ડિંગને અનેકવાર નોટીસ અને ચેતવણી આપ્યા બાદ પણ ફાયર સેફટી અંગેની જરૂરી સુવિધા સમયમર્યાદા વિત્યા બાદ પણ ઉભી ન કરાતાં સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ અંગે ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, નાગરિકોના જીવની રક્ષા માટે ફાયર વિભાગ આ પગલાં ભરી રહ્યું છે. રાજ્યમાં અગાઉ ફાયર સેફટી અભાવના પગલે આ પ્રકારની ઇમારતો ના કારણે અનેક દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી વડોદરામાં કોઈ દુર્ઘટના ના ઘટે તેની સાવચેતીના ભાગરૂપે ઝુંબેશ આગામી દિવસોમાં પણ કાર્યરત રહેશે. જેથી રહેણાક ઇમારતોને પણ વહેલી તકે ફાયર સુવિધા ઉભી કરવા ડિપાર્ટમેન્ટ તરફથી અપીલ છેઅનેક વખત ચેતવણી અને નોટીસ આપવા છતાં ઇમારતોમાં ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી દાખવનાર સામે વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગે લાલ આંખ કરી છે.  ફાયર વિભાગે અલકાપુરી વિસ્તારના નેશનલ પ્લાઝા અને સયાજીગંજ વિસ્તારના સિલ્વર લાઈન બિલ્ડિંગને ફાયર સેફટીમાં બેદરકારી બાબતે સીલ માર્યુ હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news