મહેસાણા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ખુલ્લી ગટરો : દર્દીઓ પરેશાન

મહેસાણા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં દિવસે અનેક દર્દીઓ પોતાની સારવાર અર્થે આવતા હોય છે. જો કે આ સિવિલ કેમ્પસમાં ટ્રોમા સેન્ટર સામે આવેલી અને પાછળના ભાગે આવેલી ગટરનાં ઢાંકણાં ગાયબ જોવા મળ્યાં હતાં. જો કે આ ગટરનાં ઢાંકણાં ના હોવાના કારણે હાલમાં ગટરો ખુલી હાલતમાં જોવા મળી રહી છે.

જો કે હજુ પણ એક ગટર ખુલ્લી છે અને એક ગટરમાં વૃક્ષનું લોખંડનું પાંજરું મુકવામાં આવ્યું છે, જેથી આવતા-જતા દર્દીઓને કોઈ અકસ્માત ના નડે. અત્રે નોંધનીય છે કે કેમ્પસ વચ્ચે આવેલી ખુલ્લી ગટરની આસપાસ દિવસ અને રાત્રી દરમિયાન અનેક દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફના કર્મચારીઓ અવર જવર કરતા હોય છે. એવામાં રાત્રી દરમિયાન કોઈ વ્યક્તિ આ ગટરમાં પડે તો ઈજાઓ પહોંચી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ ગટરોના ઢાંકણા ક્યારે લગાવવામાં આવે છે મહેસાણા જિલ્લામાં આવેલી મુખ્ય સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ગટર લાઈન આવેલી છે. જો કે હાલમાં સિવિલ કેમ્પસમાં આવેલી એક ગટરનું ઢાંકણું ગાયબ જોવા મળ્યું હતું, ત્યારે આ ખુલ્લી ગટરો અકસ્માત નોતરે તો નવાઈ નહિ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news