તમિલનાડુ બાદ કેરળમાં ભારે વરસાદની આગાહી

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના લીધે ધુમ્મસ છવાયું છે. તેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૯૯ નોંધાયો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીનું ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લો, જામા મસ્જિદ સહિત ઘણી મહત્ત્વની ઇમારતો ધુમ્મસની અંદર ઢંકાઈ ગઈ છે. આ ઉપરાંત દેશના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

કેરળમાં ચાલતા અવિરત વરસાદ, હળવા ભૂસ્ખલનના લીધે કેટલાક હિસ્સામાં ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. પર્વતીય વિસ્તારો, નદીઓના પટ પરના શહેરો અને પ્રવાસ કેન્દ્રો જેવા સ્થળો માટે ચેતવણી જારી કરાઈ છે. તેમા પણ તિરુવનન્તપુરમ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. આ ઉપરાંત કોલ્લમ, પઠનમથિટ્ટા, અલપ્પાઝુહા, કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ૧૬ નવેમ્બર સુધી આ પ્રકારની સ્થિતિ રહી શકે છે.

તમિલનાડુને ભારે વરસાદે અત્યાર સુધી ધમરોળ્યું છે અને હજી પણ ત્યાં કન્યાકુમારી અને તિરુનેવેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુએ દિલ્હીમાં પ્રદૂષણના લીધે ધુમ્મસે માઝા મૂકી છે અને આગામી સપ્તાહે ત્યાં પણ ભારે વરસાદ અંગે ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક કેન્દ્રના જણાવ્યા મુજબ કન્યાકુમારી અને તિરુનેવેલ જિલ્લામાં ભારે વરસાદ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે ચેન્નાઈમાં રેડ એલર્ટ હટાવી લેવાયું છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૩ અને ૧૪ નવેમ્બરના રોજ દક્ષિણ આંદામાન વિસ્તારમાં નવી સાઇક્લોનિક સિસ્ટમ વિકસી શકે છે. તેના લીધે તમિલનાડુના કન્યાકુમારે, વેલ્લોર, રાણીપેટ, તિરુપટ્ટુર, ધરમપુરી, તિરુવનમલાઈ, કલ્લાકુરિચી, નમક્કલ, કરુર, ડિંડિગુલ, સાલેમ, નીલગીરી, કોઇમ્બતૂર, થેની, પેરામ્બુદુર, તિરુચિરાપલ્લી, મદુરાઈ, વિરુધનગર અને થેનકાસીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેરળ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news