દરેડ જી.આઈ.ડી.સીમાં જી.આઈ.ડી.સી.પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. અને પોલીસ દ્વારા માસ્ક વિતરણ

જામનગરમાં કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન કોરોનાની મહામારી વધતી અટકાવવા માટે લોકોમાં જનજાગૃતિ લાવવા પંચકોશી બી ડિવિઝન પોલીસ અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલના સમયમાં કોરોના મહામારીના નવા આવતા કેસોને ધ્યાને લઈ સાવચેતીના પગલારૂપે જામનગરના જીઆઇડીસી ફેસ -2 અને ફેસ-3 વસાહતોમાં જન જાગૃતિ માટે જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશન અને પંચકોશી બી ડિવિઝન ના સયુક્ત ઉપક્રમે રવિવારના સાંજે જીઆઇડીસી ફેસ-2 અને ફેસ-3 માં રાહદારીઓ તથા મજૂરવર્ગના લોકોને વિનામૂલ્યે 2000 માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, ઉપ પ્રમુખ હરેશભાઈ રામાણી, મંત્રી વિશાલભાઈ લાલકિયા તથા અન્ય કારોબારી સભ્યો તેમજ પંચકોશી બી ડિવિઝન ના પીએસઆઈ સી.એમ. કાંતેલિયા તથા પોલીસ સ્ટાફના કર્મચારીના સહયોગ દ્વારા દિવાળી પહેલા લોકોમાં જાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરાઇ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news