એકબાજુએ ડિજિટલ ઇન્ડિયાની વાતો અને બીજી બાજુએ વીજકાપ

ભારત પણ શું હવે ચીનના માર્ગે જ ચાલી રહ્યું છે. આટલા મોટા મથકો હોય અને રોજના લાખો ટન કોલસાની જરુરિયાત હોય તે સંજોગોમાં હવે વીજમથકો પાસે કોલસો ખલાસ થવા આવ્યો હોય અને તેની ખબર જ ન પડે તેવી વાત માની શકાય તેવી નથી. આ કોલસો ગયો છે ક્યાં. ભારતની મોટાભાગની વીજળીની જરુરિયાત કોલસા આધારિત વીજમથકો પૂરી કરે છે. કોલસાની આટલા મોટાપાયા પર અછત અચાનક જ સર્જાઈ.

વીજમથકોના ડિરેક્ટરો, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આટલા સમય સુધી શું કર્યુ. તેને કોઈપણ પ્રકારના પગલાં લેવાની જરુરિયાત કેમ ન વર્તાઈ. તેઓના અંધેરતંત્રના પાપે પ્રજાએ અંધારામાં રહેવાના દિવસો આવશે.વીજમથકો પાસે ગણતરીના દિવસો સુધી ચાલે તેટલો જ કોલસો પડયો છે અને તે નહી મળે તો વીજ કાપ આવશે. હવે આ પ્રકારની પરિસ્થિતિ માટે જવાબદાર કોણ. વાહનમાં પેટ્રોલ ખૂટી પડવા આવે તે પહેલા રિઝર્વમાં આવતું હોય છે તો આટલું મોટું તંત્ર કોલસાનો પુરવઠો ખલાસ થવા આવ્યો ત્યાં સુધી ચૂપ કેમ રહ્યુ.  કેટલાક રાજ્યોએ તો રીતસર પ્રજાને હેરાન કરવા કે બાનમાં લેવા માટે સાતથી આઠ કલાકનો વીજ કાપ નાખવા માંડયો છે.આ તે કેવું અણઘડ આયોજન કે રીતસરનો દૈનિક ધોરણે સાતથી આઠ કલાકનો વીજ કાપ આવી જાય. એકબાજુએ ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે અને બીજી બાજુએ આ તો જાણે દેશને અંધાર યુગમાં લઈ જવાનો હોય તેમ લાગે છે.

આશ્ચર્યની વાત એ છે કે કોલસાનો પુરવઠો વિપુલ પ્રમાણમાં થયો છે તો પછી કોલસો પાવર પ્લાન્ટ સુધી પહોંચતો કેમ નથી. અટવાઈ પડેલા મુસાફરો માટે ટ્રેનો દોડે છે તો પછી કોલસો જે ખાણમાંથી કાઢવામાં આવે છે તે વીજમથકો સુધી પહોંચતો કેમ નથી.  ચીને તાજેતરમાં વિશ્વસ્તરે પ્રદૂષણના માપદંડોને પહોંચી વળવા માટેની તૈયારી કરતાં હોય તેવું નાટક કરતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજ કાપ નાખી સમગ્ર પ્રજાને હેરાન પરેશાન કરી દીધી હતી. તેની પાછળનું કારણ ૧૨મી ઓક્ટોબરે યુએનમાં ક્લાઇમેટ ચેન્જ પર યોજાનારી પરિષદ હોવાનું કહેવાય છે, ચીન પોતે હવે પ્રદૂષણ માટે કામગીરી કરી રહ્યુ છે તે બતાવવા તેણે આ પ્રકારનું નાટક કર્યુ હોવાનું કહેવાય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news